Home> India
Advertisement
Prev
Next

સચિન પાયલોટે કહ્યું- અમે સરકાર બનાવી રહ્યા છીએ, ભાજપને જોડતોડ કરવા નહી દઇએ

સચિન પાયલોટે કહ્યું- અમે સરકાર બનાવી રહ્યા છીએ, ભાજપને જોડતોડ કરવા નહી દઇએ

રાજસ્થાનમાં ચૂંટણીના ટ્રેંડથી ઉત્સાહિત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટે કહ્યું કે આ વખતે રાજસ્થાનમાં ભાજપને જોડતોડ કરવા દઇશું નહી. તેમણે કહ્યું કે તે બિન કોંગ્રેસી પક્ષોની સાથે ટચમાં છે, જે પણ લોકો અથવા પક્ષ ભાજપના વિરોધમાં છે, તે તેમની સાથે સંપર્ક જાળવી રાખશે. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઇ રહી છે. 

સચિન પાયલોટે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે રાજસ્થાન જ નહી, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં લોકોએ ભાજપની નીતિઓ અને રાજકારણ વિરૂદ્ધ વોટ આપ્યા છે. તમામ રાજ્યોમાં ભાજપની નીતિઓ નોટબંધી, જીએસટી, મહિલાઓ વિરૂદ્ધ અત્યાચાર વિરૂદ્ધ વોટ પડ્યા છે. 

Rajasthan election Result Live: રાજસ્થાન ચૂંટણી પરિણામ જુઓ લાઇવ

તેમણે કહ્યું કે રાજસ્થાનનો જનાદેશ અહીંના લોકોજ્ની જીત છે. સચિન પાયલોટે કહ્યું કે કોંગ્રેસે લોકોની વાતને આગળ મુકી છે. લોકોએ કોંગ્રેસના મેનીફેસ્ટોને પસંદ કર્યો છે. સચિન પાયલોટે કહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓની મહેનતની સામે ધનબળ વાળી ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. 

સચિન પાયલોટે કહ્યું કે તે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અશોક ગેહલોત અને બીજા નેતાઓની સાથે સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું કે સૌથી જરૂરી રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવવી છે. રાજ્યના લોકો ભાજપના શાસનકાળમાં પાંચ વર્ષમાં પરેશાન અને પીડાતા રહ્યા છે.

3 રાજ્યોમાં કોંગ્રેસની લહેર, વિધાનસભા ચૂંટણીના પરિણામોની 10 મોટી વાતો

સચિન પાયલોટના અનુસાર બધા લોકો ઇચ્છે છે કે અહીંયા કોંગ્રેસની સરકાર બને, અમે બધા લોકો સાથે વાત કરી છે. અમે સીપીએમ, બીએસપી, ઘનશ્યામ બેનીવાલની પાર્ટી સંપર્કમાં છે, જે પણ સેક્યુલર અને કામ કરનાર સરકાર ઇચ્છે છે તે અમારી સાથે આવશે. અમારો લક્ષ્ય અહીંથી ભાજપની સરકારને દૂર કરવાનો છે. 

તેમણે કહ્યું કે ભાજપના લોકો હવાતિયા મારે છે. રાજસ્થાનમાં જીતીને આવનાર ભાજપ વિરૂદ્ધ જીતશે, અહીંયા જોડતોડનું રાજકારણ થવા દઇશું નહી. સચિન પાયલોટે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ પાંચ વર્ષ પહેલાં 21 ધારાસભ્યોથી વધીને અડધાથી વધુ સીટો જીતવાની સ્થિતિમાં આવી ગઇ છે. તેમણે કહ્યું કે ગત વખતે 165 સીટો જીતનાર ભાજપ આ વખતે 100 સીટો હારી રહી છે.

ભાજપ વિશે તેમણે કહ્યું કે રાજસ્થાનમાં પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણા કેંદ્રીય નેતાઓએ તાકાત લગાવી હતી, પરંતુ જનતાએ કોંગ્રેસનએ સ્પષ્ટ બહુમત આપ્યો. અમે આરામથી સરકાર બનાવી લઇશું. 

તેમણે આગળ કહ્યું કે આ પરિણામ ભાજપ માટે આત્મચિંતનનો વિષય છે લોકોએ તેમને કેમ બહાર કરી દીધા. સચિન પાયલોટે કહ્યું કે જનાદેશ ભાજપ માટે ખતરાની ઘંટી છે. તેમણે કહ્યું કે ભાજપ નેતાઓને સત્તાના ઘમંડનો જવાબ મળ્યો છે. સચિન પાયલોટે કહ્યું કે દેશભરમાં ભાજપ વિરૂદ્ધ માહોલ બની ગયો છે. તેમણે કહ્યું કે ચાર મહિના બાદ લોકસભાની ચૂંટણી છે. તાજેતરમાં જ દિલ્હીમાં 21 પક્ષોની મીટીંગ થઇ છે. તેમણે કહ્યું કે બધા પક્ષ ભાજપ વિરૂદ્ધ એકજૂટ છે. સચિન પાયલોટે દિલ્હીથી આવેલા સુપરવાઇઝરો સામે આવતીકાલે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક થશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More