Home> India
Advertisement
Prev
Next

અસમ અને મેઘાલય માટે ઐતિહાસિક દિવસ, 50 વર્ષ જૂના સરહદ વિવાદનો આવ્યો ઉકેલ

અસમ અને મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલા સરહદ વિવાદનો ઉકેલ આવી ગયો છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. 

અસમ અને મેઘાલય માટે ઐતિહાસિક દિવસ, 50 વર્ષ જૂના સરહદ વિવાદનો આવ્યો ઉકેલ

નવી દિલ્હીઃ અસમ અને મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલા જમીન વિવાદનો આજે ઉકેલ આવી ગયો છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સમજુતી પર સહી કરી છે. અસમ અને મેઘાલય વચ્ચે 12 જગ્યા પર સરહદ વિવાદ છે. પ્રથમ તબક્કામાં 6 વિવાદીત ક્ષેત્રોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. જ્યારે બીજા તબક્કામાં અન્ય છ જગ્યાઓ પર જલદી હસ્તાક્ષર થશે. અમિત શાહે આ સમજુતીને ઐતિહાસિક ગણાવી છે. 

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ, 'આજનો દિવસ એક વિવાદ મુક્ત પૂર્વોત્તર માટે ઐતિહાસિક દિવસ છે, દેશમાં જ્યારથી મોદી જી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી પૂર્વોત્તરની શાંતિ પ્રક્રિયા, વિકાસ, સમૃદ્ધિ અને ત્યાંના સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે અનેક પ્રયાસો કર્યા છે.'

તેમણે આગળ કહ્યુ, મને ખુશી છે કે આજે વિવાદની 12 જગ્યાઓમાંથી 6 પર અસમ અને મેઘાલય વચ્ચે સમજુતી થઈ છે. સરહદની લંબાઈની દ્રષ્ટિથી જોઈએ તો લગભગ 70 ટકા સરહદ વિવાદ આજે મુક્ત થઈ ગયો છે. મને વિશ્વાસ છે કે બાકી છ જગ્યાનો પણ અમે નજીકના ભવિષ્યમાં ઉકેલ લાવી દેશું. 

સમજુતી બાદ અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યુ કે, આ એમઓયૂ બાદ અમે બીજા તબક્કાનું કામ શરૂ કરીશું અને આગામી 6-7 મહિનામાં બાકી છ વિવાદિત જગ્યાનો હલ કાઢવાનો પ્રયાસ કરીશું. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યુ કે, આગળ જઈને બાકી જગ્યાઓ પર વિવાદ છે, તેને હલ કરી લેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More