Home> India
Advertisement
Prev
Next

ASHES 2019 : ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ટીશર્ટ પર ખેલાડીના નામ અને નંબર લખાશે

ઓસ્ટ્રેલિયામાં 1 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી એશેઝ સીરીઝની સાથે જ ક્રિકેટમાં નવો ફેરફાર જોવા મળશે 
 

ASHES 2019 : ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ટીશર્ટ પર ખેલાડીના નામ અને નંબર લખાશે

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019 પછી હવે ઈંગ્લેન્ડમાં એશેઝ (ASHES 2019)ની તૈયારીઓ ચાલી રહી છે. 1 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી આ ફેમસ ટેસ્ટ શ્રેણી માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. એશેઝમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ સફેદ ડ્રેસમાં તો હશે જ, પરંતુ આ શ્રેણીમાં તેમની પીઠ પર તેમનું નામ અને ટીશર્ટનો નંબર પણ હશે. વનડે અને ટી-20માં તો ઘણા સમય પહેલાં ખેલાડીઓની ટીશર્ટના પાછળના ભાગમાં તેમનું નામ અને નંબર લખવાનું શરૂ થયું હતું. ટેસ્ટ ક્રિકેટમાં હવે શરૂ થઈ રહ્યું છે. 

પહેલાથી ચાલતી હતી તૈયારી 
આ વર્ષની શરૂઆતમાં આવેલા રિપોર્ટમાં કહેવાયું હતું કે, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી એસેઝ શ્રેણી ટેસ્ટ ક્રિકેટની કિટમાં આધુનિક્તા લાવશે. ટેસ્ટ ક્રિકેટમાં થઈ રહેલા આ પરિવર્તન બાબતે પ્રશંસકોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો આ બાબતે વાંધો ઉઠાવી રહ્યા છે તો વળી કેટલાકને આ એક નિરર્થક કવાયત લાગી રહી છે. 

ICC આવકારદાયક નિર્ણય: સ્લો ઓવર રેટ માટે કેપ્ટન નહી દંડાય

શું જો રૂટની જર્સીનો નંબર?
ઈંગ્લેન્ડ ક્રિકેટના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટની ટીશર્ટનો નંબર સાથેનો ફોટો શેર કરાયો છે. આ ટ્વીટના કેપ્શનમાં લખ્યું છે કે, 'ટેસ્ટ શર્ટ્સની પાછળ નામ અને નંબર.' આ ટ્વીટમાં જો રૂટનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેની ટીશર્ટ પાછળ 66 નંબર લખેલો છે. 

ઈંગ્લેન્ડને મળી શકે છે ફાયદો
આ વખતે ઈંગ્લેન્ડની ટીમને ઘરેલુ ટીમ હોવાની સાથે-સાથે વર્લ્ડ કપ જીતવાનો ફાયદો પણ મળશે. ગયા વખતે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી 4 ટેસ્ટની એશેઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડનો વ્હાઈટવોશ થયો હતો. એ વખતે એસેઝ શ્રેણી માટે બેન સ્ટોક્સને ટીમમાં સામેલ ન થવાના કારણે ઈંગ્લેન્ડને મોટું નુકસાન થયું હતું. 

આ નિયમ પણ લાગુ થઈ શકે છે
શ્રેણીમાં એક નવો નિયમ પણ લાગુ થઈ શકે છે. આ નિયમ માથામાં ઈજા પહોંચતા એ ખેલાડીના સ્થાને સબસ્ટીટ્યુટ ખેલાડીને રમવા દેવાની મંજૂરી આપવાનો. આશા છે કે, આ નિયમને મંજૂરી મળી જશે અને તેને તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવામાં આવશે. નિયમ લાગુ કરવાનું મુખ્ય કારણ એશેઝ ટેસ્ટ શ્રેણીની સાથે-સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ શરૂ થઈ રહી છે અને આ નિયમનો તેની તમામ મેચમાં ઉપયોગ કરી શકાય. 

જૂઓ LIVE TV....

સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More