Home> India
Advertisement
Prev
Next

અરૂણ જેટલીનો વ્યંગ: સરકારનાં દરેક નિર્ણય સાથે ખડસે અસંમત હોય છે

ખડસે દ્વારા સીબીઆઇનાં નવા વડાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને તે અનુસંધાને તેમણે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો હતો

અરૂણ જેટલીનો વ્યંગ: સરકારનાં દરેક નિર્ણય સાથે ખડસે અસંમત હોય છે

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પર વધારે પડતી અસંમતી વ્યક્ત કરવાનો આરોપ લગાવતા રવિવારે કહ્યું કે, તેમણે સીબીઆઇ નિર્દેશકની નિયુક્તિને એક રાજનીતિક સંઘર્ષની જેમ ગણાવવાનો પ્રયાસ કર્યો. જેની ક્યારેય પરિકલ્પના નહોતી કરવામાં આવી. ખડગેએ શનિવારે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઋષીકુમારની પસંદગી મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે અધિકારીને ભ્રષ્ટાચાર વિરોધી કેસની તપાસનો અનુભવ નથી અને કાયદા તથા સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું ઉલ્લંઘન કરતા  પસંદગીના માપદંડોને નબળા પાડવામાં આવ્યા. 

અરૂણ જેટલીનો વ્યંગ: સરકારનાં દરેક નિર્ણય સાથે ખડસે અસંમત હોય છે

ખડગે હંમેશા અસંમતી વ્યક્ત કરે છે 
જેટલીએ એક બ્લોગમાં લખ્યું કે, લોકસભામાં સૌથી મોટી વિપક્ષી દળનાં નેતા ખડસેએ નવી સીબીઆઇ નિર્દેશકની નિયુક્તિ અંગે એકવાર ફરીથી અસંમતી વ્યક્ત કરી છે. મંત્રીએ કહ્યું કે, ખડગે નિયમિત રીતે અસંમતી વ્યક્ત કરે છે. જેટલીએ યાદ કર્યું કે, કોંગ્રેસ નેતાએ ત્યારે પણ અસંમતી વ્યક્ત કરી હતી જ્યારે વર્માને સ્થાનાંતરિક કરવામાં આવ્યા અને હજી પણ અસંમતી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે શુક્લાની નિયુક્તિ કરવામાં આવી છે. 

જન્નતમાં વડાપ્રધાન: મોદીએ દાલ લેકની મુલાકાત લીધી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

ખડસેની અસંમતી ઘણા સમયથી સ્થિર છે. 
જેટલીએ કહ્યું કે, સીબીઆઇ નિર્દેશકની નિયુક્તિ અને બદલીને જોતા વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને વિપક્ષનાં નેતાની ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતીમાં એકમાત્ર વસ્તુ જે સતત સ્થિર છે તે ખડસેને અસંમતી ખડસેએ સરકાર દ્વારા 1983 બેચના અધિકારી અને મધ્યપ્રદેશાં પૂર્વ પોલીસ મહાનિર્દેશક શુક્લાને નવા સીબીઆઇ નિર્દેશક નિયુક્ત કરવાની જાહેરાત બાદ શનિવારે સાંજે વડાપ્રધાનને બે પેજનો પત્ર મોકલીને અસંમતી વ્યક્ત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More