Home> India
Advertisement
Prev
Next

જો તમારા ઘરમાં લસણ ખવાતુ હોય તો સાવધાન...આ સમાચાર ખાસ જાણો નહીં તો પસ્તાશો

શું તમે ક્યાંક ચીનથી ઈમ્પોર્ટેડ લસણ તો નથી ખાઈ રહ્યાં ને? વાણિજ્ય મંત્રાલયે પાંચ વર્ષ પહેલા જ ચીનથી લસણના ખરીદ વેચાણ પર રોક લગાવી હતી. પરંતુ કોલકાતામાં હાલમાં જ ચીની લસણ મળી આવતા ખળભળાટ મચ્યો છે.

જો તમારા ઘરમાં લસણ ખવાતુ હોય તો સાવધાન...આ સમાચાર ખાસ જાણો નહીં તો પસ્તાશો

કમલાક્ષ ભટ્ટાચાર્ય, કોલકાતા: શું તમે ક્યાંક ચીનથી ઈમ્પોર્ટેડ લસણ તો નથી ખાઈ રહ્યાં ને? વાણિજ્ય મંત્રાલયે પાંચ વર્ષ પહેલા જ ચીનથી લસણના ખરીદ વેચાણ પર રોક લગાવી હતી. પરંતુ કોલકાતામાં હાલમાં જ ચીની લસણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. જાણકારોનું કહેવું છે કે ચીનથી આવતા લસણનો ઉપરનો ભાગ આમ તો સફેદ હોય છે પરંતુ અંદરના બીજનો ભાગ ગુલાબી કે થોડો કાળા રંગનો હોય છે. આ સાથે જ તેનો આકાર મોટો હોય છે. 

Delhi Violence: દેશદ્રોહના આરોપી ઉમર ખાલિદના કારણે ભડકે બળ્યું દિલ્હી? ભાષણ આગની જેમ વાયરલ

હાલ ચીનમાં કોરોના વાઈરસના કારણે હજારો લોકોના મોતથી ડરનો માહોલ છે. જો ચીની લસણની વાત કરીએ તો તેને ક્લોરિનથી બ્લિચ કરવામાં આવે છે. જેથી કરીને તે ઉપરથી એકદમ સફેદ દેખાય. તેમાં કીડા મારવાની દવાનો પણ ઉપયોગ થાય છે. જાણકારોએ એમ પણ જણાવ્યું કે ચીની લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને કાસીનજન અને ઝેરીલુ હોય છે. લાંબા સમયથી સુધી જો તેનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત રોગ થાય છે. 

નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત પવનને આપ્યો મોટો ઝટકો, ક્યુરેટિવ અરજી ફગાવી

પશ્ચિમ બંગાળ ટાસ્ક ફોર્સના સભ્ય કમલ ડેએ જણાવ્યું કે જ્યારથી ચીની લસણની ખરીદી બંધ કરવામાં આવી છે ત્યારથી એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ અને ટાસ્ક ફોર્સ ટીમો તમામ બજારો અને દુકાનોમાં જઈને તપાસ કરે છે જેથી  કરીને તે જનતા સુધી ન પહોંચે. તેમણે એમ પણ કહ્યું કે આ ચીની લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઘરે ઘરે આ માહિતી પહોંચાડવા માટે મીડિયા અને અખબાર દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યાં છે. 

જુઓ LIVE TV

જાધવપુર યુનિવર્સિટી ફૂડ ટેક્નોલોજી એન્ડ બાયો કેમિકલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડોક્ટર પ્રશાંતકુમાર વિશ્વાસનું માનીએ તો લસણ એક દવા તરીકે કામ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં એલ્લીસન હોય છે. તે બ્લડ પ્રેશર રોકવામાં મદદરૂપ છે. પરંતુ ચીનથી આવતા લસણમાં લાંબો સમય સુધી સ્ટોર કરવાના કારણે એલ્લીસિન રહેતુ નથી. તેમાં ફંગસ જલદી લાગે છે. અનેકવાર એમ પણ જોવા મળ્યું છે કે તેને તાજુ રાખવા માટે ભારે પ્રમાણમાં કાસીનજનનો ઉપયોગ થાય છે. 

કોલકાતાના અનેક બજારોમાં આ લસણ વેચાતુ હોવાનું જાણવા મળ્યું છે. ભારત દેશ લસણના ઉત્પાદનમાં બીજા નંબરે છે. આથી આપણે આયાત કરવાની જરાય જરૂર નથી. કાળા બજાર દ્વારા બાંગ્લાદેશ અને મ્યાંમારથી બંગાળમાં આવ્યું છે અને લગભગ 400 બોરી કસ્ટમ ડિપાર્ટમેન્ટે પકડી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More