Home> India
Advertisement
Prev
Next

Ram Mandir: ગુજરાતમાં રામ મંદિર થીમ આધારિત હાર બાદ દાનમાં મળી 9 દેશોનો સમય દર્શાવતી દુર્લભ ઘડિયાળ

Ram Mandir: ઉત્તર પ્રદેશના એક શાકભાજી વિક્રેતાએ અયોધ્યાના રામ મંદિરને એક દુર્લભ અને પેટન્ટ વિશ્વ ઘડિયાળ ભેટમાં આપી છે. લખનૌના શાકભાજી વિક્રેતા અનિલ કુમાર સાહુએ રામ મંદિર સત્તાવાળાઓને પેટન્ટ કરાયેલ વિશ્વ ઘડિયાળ દાનમાં આપી છે.

Ram Mandir: ગુજરાતમાં રામ મંદિર થીમ આધારિત હાર બાદ દાનમાં મળી 9 દેશોનો સમય દર્શાવતી દુર્લભ ઘડિયાળ

Ram Mandir: ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરી 2024ના રોજ પીએમ મોદીના હસ્તે રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. રામ મંદિરના ઉદ્ધાટન પહેલાં રામભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના દરેક વ્યક્તિ પોતાના તરફથી ભગવાન શ્રીરામ માટે કંઈક ને કંઈક વિશિષ્ટ ભેટ ભેટ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જો જો, આ 17 નિયમો જાણ્યા વગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવા જતા નહિ, પસ્તાવો થશે

આ શ્રેણીમાં લખનઉના એક શાકભાજીના વેપારી અનિલ કુમાર સાહૂએ રામ મંદિર માટે એક ખાસ ઘડિયાળ બનાવી છે. અનિલ કુમાર સાહૂએ રામ મંદિર, અયોધ્યા જંક્શન અને હનુમાનગઢીને એક-એક પેટન્ટ વિશ્વ ઘડિયાળની ભેટ આપી છે. આ ઘડિયાળની ખાસ વિશેષતા એ છે કે આ ઘડિયાળ એકસાથે 9 દેશનો સમય દર્શાવે છે. તેમણે વર્લ્ડ ક્લોકને રામ મંદિર ટ્રસ્ટને સોંપી છે. 

Gift City માં કોણ દારૂ પી શકશે અને કોણ નહિ, સરકારે 17 નિયમોની જાહેર કરી ગાઈડલાઈન

આ વૈશ્વિક ઘડિયાળ બનાવવા માટે શાકભાજીના વેપારીએ 5 વર્ષ મહેનત કરી છે. અનિલ કુમાર સાહૂએ દાવો કર્યો છે કે દુનિયામાં આવી પહેલી ઘડિયાળ છે, જે એકસાથે 9 દેશનો સમય દર્શાવે છે. આ ઘડિયાળનો સૌથી મોટો ફાયદો દેશ-વિદેશના મહેમાનોને થશે, કેમકે તે પોતાના દેશનો સમય સરળતાથી જાણી શકશે. અનિલ કુમાર સાહૂએ કહ્યું કે આપણે ગર્વથી કહી શકીશું કે વર્લ્ડ ક્લોક બનાવનાર વ્યક્તિ ભારતીય છે.

હવે આધાર બનાવવા માટે જોઇશે અધિકારીઓની મંજૂરી, પાસપોર્ટની જેમ કરાવવું પડશે વેરિફિકેશન

આ ઘડિયાળમાં કયા-કયા 9 દેશનો સમય બતાવે છે તેની વાત કરીએ તો ભારત, મેક્સિકો, જાપાન, દુબઈ, ટોક્યો, મેક્સિકો સિટી, વોશિંગ્ટન સહિત 9 દેશનો સમય દર્શાવે છે.      

Gift Cityમાં દારૂ પીવા ક્યાંથી નીકળશે 'પાસ'? શું ભાવ છે? જાણો તમારો મેળ પડશે કે નહીં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More