Home> India
Advertisement
Prev
Next

Andhra Train Accident: આખરે કેવી રીતે થયો આંધ્ર પ્રદેશમાં બાલાસોર જેવો ટ્રેન અકસ્માત? અત્યાર સુધીમાં 13 લોકોના મોત

વિશાખાપટ્ટનમથી રાયગડા જઈ રહેલી એક પેસેન્જર ટ્રેન આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લામાં પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 54થી વધુ લોકો ઘાયલ થયા છે.

Andhra Train Accident: આખરે કેવી રીતે થયો આંધ્ર પ્રદેશમાં બાલાસોર જેવો ટ્રેન અકસ્માત? અત્યાર સુધીમાં 13 લોકોના મોત

વિશાખાપટ્ટનમથી રાયગડા જઈ રહેલી એક પેસેન્જર ટ્રેન આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લામાં પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 18 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મૃતકો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. 

રેલવેના જનસંપર્ક અધિકારીએ કહ્યું કે બચાવ અભિયાન ચાલુ છે અને રેલવે અધિકારીઓ ધટનાસ્થળે છે. ઘટનાસ્થળેથી અનેક તસવીરો પણ સામે આવી રહી છે જેમાં જોઈ શકાય છે કે આ બે ટ્રેનોની ભીડંતનો મામલો છે. રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ દ્વારા અપાયેલી જાણકારી મુજબ ટ્રેકને ક્લિયર કરી દેવાયો છે. વિશાખાપટ્ટનમ-પલાસાની આગળના 11 ડબ્બા આગામી સ્ટેશન અલમંદા પર પહોંચી ગયા છે. જ્યારે વિશાખાપટ્ટનમ-રાયગડાના પાછળના 9 ડબ્બાને પાછલા સ્ટેશન કંટાકપલ્લે સુધી પાછા લઈ જવાયા છે. પાટા પરથી ઉતરી ગયેલા અને પ્રભાવિત થયેલા ડબ્બાઓ ઉપરાંત તમામ કાટમાળને પણ ઘટનાસ્થળેથી હટાવી દેવાયો છે. પરંતુ આ બધા વચ્ચે એ સવાલ ઉઠે છે કે આખરે એકવાર ફરીથી આટલો મોટો અકસ્માત થયો કેવી રીતે?

આંધ્ર પ્રદેશમાં કેવી રીતે થયો બાલાસોર જેવો અકસ્માત?
અકસ્માત અંગે ઈસ્ટ કોસ્ટ રેલવે (ECOR)એ જણાવ્યું કે આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લામાં બે ટ્રેનોની ટક્કર કદાચ માનવીય ભૂલને કારણે થઈ. મુખ્ય જનસંપર્ક અધિકારી વિશ્વજીત સાહૂએ જણાવ્યું કે આ દુર્ઘટના કદાચ માનવીય ભૂલના કારણે થઈ. વિશાખાપટ્ટનમ-રાયગઢા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન દ્વારા સિગ્નલની 'ઓવરશૂટિંગ' કરવામાં આવી.  

સિગ્નલની ઓવરશૂટિંગ શું છે?
સિગ્નલની ઓવરશૂટિંગ શબ્દની વ્યાખ્યા કરતા મુખ્ય જનસંપર્ક અધિકારી વિશ્વજિત સાહૂએ કહ્યું કે આ ત્યારે થાય છે જ્યારે કોઈ ટ્રેન રેડ સિગ્નલ પર થોભવાની જગ્યાએ તેને ક્રોસ કરીને આગળ વધે છે. તેમણે જણાવ્યું કે પાછળની ટ્રેન સિગ્નલથી આગળ નીકળી ગઈ હતી અને આ કયા કારણસર થયું તે તપાસ પછી ખબર પડશે. અત્રે જણાવવાનું કે વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન (ટ્રેન નંબર 08532), વિશાખાપટ્ટનમ- રાયગઢા પેસેન્જર ટ્રેન (નંબર- 08504) સાથે અથડાઈ. અકસ્માતના કારણે વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન (ટ્રેન નંબર 08532) ના પાછળના બે ડબ્બા અને વિશાખાપટ્ટનમ- રાયગઢા પેસેન્જર ટ્રેનના લોકો ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. 

અકસ્માતના કારણે 12 ટ્રેનો રદ
ઈસ્ટ કોસ્ટ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિશ્વજીત સાહૂએ કહ્યું કે અકસ્માતના કારણે 12 ટ્રેનો રદ કરાઈ છે. જ્યારે 15 ટ્રેનોનો માર્ગ બદલી નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત 7 ટ્રેનો આંશિક રીતે રદ કરાઈ છે. મુસાફરો માટે બસની વ્યવસ્થા કરાઈ છે જેથી કરીને તેઓ ક્ષેત્રમાં ફસાયેલા ન રહે. અમે પાટાને આંશિક રીતે ઠીક કરી નાખ્યા છે. અત્રે જણાવવાનું કે વિજયનગરમાં આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું, પરંતુ અંધારાના કારણે રેસ્ક્યૂ ટીમે પરેશાનીનો સામનો કરવો પડ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More