Home> India
Advertisement
Prev
Next

વિશાખાપટ્ટનમ: દવા કંપનીમાં ગેસ લીક થતા 2 લોકોના મોત, વિસ્તારમાં અફરાતફરી મચી

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરી એકવાર ગેસ લીકેજની ઘટના ઘટી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

વિશાખાપટ્ટનમ: દવા કંપનીમાં ગેસ લીક થતા 2 લોકોના મોત, વિસ્તારમાં અફરાતફરી મચી

વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરીથી ગેસ લીક થવાની ઘટના ઘટી. દવા કંપનીમાં ગેસ લીકેજના કારણે કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓના મોત થયા છે. જ્યારે 4 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા છે. 

આ ઘટના વિશાખાપટ્ટનમના પરવડા વિસ્તારની છે. જે ફાર્મા કંપનીમાં આ ગેસ લીકેજની ઘટના ઘટી તેનું નામ  Sainar Life Sciences છે. વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર વિનય ચંદ અને એસપી આર કે મીના અન્ય અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે હાલાત હાલ નિયંત્રમણમાં છે. 

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ કંપનીમાં ગેસ લીકેજને લઈને તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યાં મુજબ આ ઘટના મોડી રાતે 11:30 વાગે ઘટી હતી. ગેસ લીકેજની ઘટના ઘટતા સુરક્ષા કારણોસર તરત કંપની બંધ કરી દેવાઈ હતી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે વિશાખાપટ્ટનમમાં 2 મહિનાની અંદર આ ગેસ લીકેજની બીજી ઘટના ઘટી છે. આ અગાઉ વિશાખાપટ્ટનમના ગોપાલાપાટનમ વિસ્તારમાં એલજી પોલિમર્સમાં ગેસ લીકેજ થયો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More