Home> India
Advertisement
Prev
Next

Watch Video: વંદે ભારત ટ્રેનમાં સેલ્ફી લેવા ચડ્યો યુવક, પણ પછી જે થયું...સપનામાં પણ નહીં વિચાર્યું હોય

Viral Video: દેશના ઘણા રાજ્યોમાં વંદે ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનની મુસાફરીમાં મુસાફરોને લક્ઝરી ફીલ મળે છે. આ ટ્રેનમાં પ્રવાસ દરમિયાન ઘણા લોકો ફોટોગ્રાફ્સ લેતા પણ જોવા મળે છે. પરંતુ આંધ્રપ્રદેશના એક વ્યક્તિને તેનો સેલ્ફીનો ક્રેઝ ભારે પડી ગયો. 

Watch Video: વંદે ભારત ટ્રેનમાં સેલ્ફી લેવા ચડ્યો યુવક, પણ પછી જે થયું...સપનામાં પણ નહીં વિચાર્યું હોય

વિશાખાપટ્ટનમ: દેશના ઘણા રાજ્યોમાં વંદે ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનની મુસાફરીમાં મુસાફરોને લક્ઝરી ફીલ મળે છે. આ ટ્રેનમાં પ્રવાસ દરમિયાન ઘણા લોકો ફોટોગ્રાફ્સ લેતા પણ જોવા મળે છે. પરંતુ આંધ્રપ્રદેશના એક વ્યક્તિને તેનો સેલ્ફીનો ક્રેઝ ભારે પડી ગયો. આ વ્યક્તિ સેલ્ફી લેવા માટે વંદે ભારત એક્સપ્રેસમાં ચડ્યો હતો. અને સેલ્ફી લીધા બાદ ઉતારવા જઈ રહ્યો હતો ત્યારે જ ટ્રેનના ઓટોમેટિક લોક બંધ થઈ ગયા અને તે વ્યક્તિ ટ્રેનમાં જ લોક થઈ ગયો. એટલું જ નહીં આ વ્યક્તિને કારણ વગર જ 200 કિલોમીટરની યાત્રા કરવી પડી હતી.

આ ટ્રેન રાજમુન્દ્રી સ્ટેશન પર ઉભી હતી ત્યારે તે સેલ્ફી લેવા માટે વંદે ભારત ટ્રેનના કોચમાં પ્રવેશ્યો અને પછી તે બહાર આવી જ ન શક્યો. જેથી કંટાળીને તે વ્યક્તિએ ટિકિટ ચેકરને દરવાજો ખોલવા કહ્યું, પરંતુ ટીસીએ દરવાજો ખોલવાની ચોખ્ખી ના પાડી દીધી. જે બાદ ટ્રેન ત્યાંથી 200 કિલોમીટર દૂર વિશાખાપટ્ટનમ પહોંચી પછી તે વ્યક્તિ ટ્રેનમાંથી ઉતરી શક્યો. એટલું જ નહીં ટીસીએ તેની પાસેથી વિખાશાપટ્ટનમ સુધીનું ભાડું પણ લીધું. ત્યારબાદ તેને ટ્રેનમાંથી ત્યાં ઉતારી દેવાયો. 

આખીય ઘટનાનો વીડિયો વાયરલ થયો

હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં આ વ્યક્તિ પોતાના હાથ વડે ટ્રેનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. પછી ટીસીના આગમન પહેલા ટ્રેન છોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ દરવાજો ખુલતો નથી. વાયરલ વીડિયોમાં, જે વ્યક્તિ રાજમુન્દ્રી ખાતે ટ્રેનમાં ચડ્યો હતો તે ટીસીને કહે છે કે તે માત્ર વંદે ભારત ટ્રેનમાં ફોટો લેવા આવ્યો હતો. પછી તે ટીસીને દરવાજો ખોલવા કહે છે. વાયરલ વીડિયોમાં ટીસી કે વ્યક્તિ પર ગુસ્સે ભરાઈ છે. પછી ટીસીએ આ વ્યક્તિને કહે છે કે  'એકવાર દરવાજો બંધ થઈ જાય પછી તે ખોલી શકાતો નથી. તે ઓટોમેટિક છે. ટ્રેનની અંદર ફોટા પાડવા કોણ આવે છે? શું તમે ગાંડા છો?'

TCએ ભાડું પણ લીધું
આંધ્રપ્રદેશના એક વ્યક્તિને વંદે ભારત એક્સપ્રેસમાં સેલ્ફી લેવી મોંઘી પડી. ટ્રેનના દરવાજા આપોઆપ લોક થઈ ગયા. સેલ્ફીના ચક્કરમાં વ્યક્તિએ 200 કિલોમીટરની મુસાફરી કરવી પડી હતી. રસપ્રદ વાત એ છે કે ટીસીએ આ વ્યક્તિ પાસેથી 200 કિમીનું ભાડું પણ લીધું હતું.

ભારત પર કોરોના કરતા પણ મોટું જોખમ તોળાઈ રહ્યું છે!, ડરામણો રિપોર્ટ

ભાજપ બદલાશે કે વિસ્તરણ જરૂરી છે? મુસ્લિમોની વાત કરવા પાછળનો શું છે હેતુ?

'સરકારી કર્મચારીના મોત બાદ દત્તક લેવાયેલું બાળક કૌટુંબિક પેન્શનનો હકદાર નથી'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More