Home> India
Advertisement
Prev
Next

તિરૂપતિમાં ભયાનક રોડ અકસ્માત, ડ્રાઈવરની બેદરકારીના કારણે બસમાં ખીણમાં પડી, 7 લોકોના કમકમાટીભર્યા મોત, 45 ઘાયલ

રિપોર્ટના મતે, આ અકસ્માત શનિવારે મોડીસાંજે તિરૂપતિથી લગભગ 25 કિલોમીટર દુર ચંદ્રગિરી મંડળમાં બકરાપેટ વિસ્તારમાં બન્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકો ભેગા થઈ ગયા હતા, તેમણે તાત્કાલિક પોલીસને આ દુર્ઘટના વિશે માહિતી આપી અને રેસ્ક્યૂ ટીમ પહોંચે ત્યાં સુધીમાં જાતે રાહત કાર્યમાં જોડાઈ ગયા હતા.

તિરૂપતિમાં ભયાનક રોડ અકસ્માત, ડ્રાઈવરની બેદરકારીના કારણે બસમાં ખીણમાં પડી, 7 લોકોના કમકમાટીભર્યા મોત, 45 ઘાયલ

નવી દિલ્હી: આજકાલ અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોને પોતાની જિંદગી ગુમાવવી પડે છે. ત્યારે આંધ્રપ્રદેશના ચિતૂરમાં શનિવારે મોડીરાત્રે એક બસ દુર્ઘટનામાં 7 લોકોના કમકમાટીભર્યા મોત થયા, જ્યારે 45થી વધુ લોકો ઘાયલ થયા. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના તિરૂપતિથી 25 કિલોમીટર દૂર બકરાપેટામાં બની. નજરે જોનારાઓના મતે, ડ્રાઇવરની બેદરકારીને કારણે બસ ભેખડ પરથી ખાડીમાં પડી હતી. એસપી તિરુપતિએ જણાવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ બસ સગાઈ સમારોહમાં જઈ રહી હતી.

અંધારાના કારણે રેસ્ક્યૂમાં પડી મુશ્કેલી
રિપોર્ટના મતે, આ અકસ્માત શનિવારે મોડીસાંજે તિરૂપતિથી લગભગ 25 કિલોમીટર દુર ચંદ્રગિરી મંડળમાં બકરાપેટ વિસ્તારમાં બન્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકો ભેગા થઈ ગયા હતા, તેમણે તાત્કાલિક પોલીસને આ દુર્ઘટના વિશે માહિતી આપી અને રેસ્ક્યૂ ટીમ પહોંચે ત્યાં સુધીમાં જાતે રાહત કાર્યમાં જોડાઈ ગયા હતા. થોડી વારમાં પોલીસ અને તંત્રની ટીમ સાથે રેસ્ક્યૂ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જોકે રાતના અંધારું હોવાના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી હતી. એવામાં રવિવાર સવાર થતાં જ રેસ્ક્યૂ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.

સગાઈમાં જઈ રહ્યા હતા તમામ લોકો
રેસ્ક્યૂ શરૂ કર્યાના થોડીક જ મીનિટોમાં 7 લોકોના મૃતદેહ અને 45 લોકોને બહાર કાઢવામાં આવ્યા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ગંભીર રૂપથી ઘાયલોને હાયર સેન્ટરમાં રેફર કરવામાં આવ્યા. પોલીસે આ ઘટના વિશે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળી રહ્યું છે કે બસ એક સગાઈ સમારોહમાં જઈ રહી હતી. તમામ લોકોને તે કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. પરંતુ ડ્રાઈવરની લાપરવાહીના કારણે બસ ભેખડ સાથે અથડાઈ અને પછી ખાઈમાં પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More