Home> India
Advertisement
Prev
Next

આનંદ મહિન્દ્રા આ ખેડૂતને આપશે ગિફ્ટ, કહીં આ હૃદયસ્પર્શી વાત

તમે બધા બિહારના દશરથ માંઝીનું નામ જાણો છો, જેના પર બોલિવૂડ ફિલ્મ પણ બની છે. હવે આ રાજ્યના અન્ય એક વ્યક્તિએ દશરથ માંઝી જેવુ કામ કર્યું છે, જેને દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ભેટ રૂપે ટ્રેક્ટર આપવાની ઘોષણા કરી છે

આનંદ મહિન્દ્રા આ ખેડૂતને આપશે ગિફ્ટ, કહીં આ હૃદયસ્પર્શી વાત

નવી દિલ્હી: તમે બધા બિહારના દશરથ માંઝીનું નામ જાણો છો, જેના પર બોલિવૂડ ફિલ્મ પણ બની છે. હવે આ રાજ્યના અન્ય એક વ્યક્તિએ દશરથ માંઝી જેવુ કામ કર્યું છે, જેને દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ભેટ રૂપે ટ્રેક્ટર આપવાની ઘોષણા કરી છે. ખરેખર, અહીં ચર્ચા થઈ રહી છે કે બિહારના ગયા જિલ્લાના કોટવા ગામના લૌંગી ભુઈયાની. જેણે તેના ખેતરોના સિંચન માટે લાંબી નહેર ખોદી છે. હા, લૌંગી ભુઈયાને આ વિસ્તારના 5 કિલોમિટર જંગલ વિસ્તારને હટાવી 30 વર્ષમાં 3 કિલોમીટરની કેનાલ એકલા હાથે ખોદી છે.

આ પણ વાંચો:- આ ઉપાય કરવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, બદલાઇ જશે તમારું ભાગ્ય

આનંદ મહિન્દ્રાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે ટ્વિટર પર લૌંગી ભુઈયાના કામની પ્રશંસા કરી અને તેમની કંપનીનું એક ટ્રેક્ટર આપવાની જાહેરાત કરી. આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લખ્યું, 'તેમને ટ્રેક્ટર આપવો એ મારું સૌભાગ્ય છે, મેં ટ્વીટ કર્યું હતું કે મને લાગે છે કે તેમની નહેર તાજ અથવા પિરામિડોંની સમાન પ્રભાવશાળી છે. અમે @MahindraRise પર તેને સન્માન માનીએ છીએ. અમે તેમને ટ્રેક્ટર ગિફ્ટ કરવા માંગીએ છીએ. તેમના સુધી કેવી રીતે પહોંચાડવામાં આવે.

આ પણ વાંચો:- આજે રાજ્યસભામાં રજૂ થશે ખેડૂતો માટે ત્રણ બિલ, સરકારની છે આ ખાસ રણનીતિ

3 ગામના લોકોન થઇ રહ્યો છે ફાયેદો
તેમણે ટ્વિટર પર લૌંગી ભુઈયાના મેસેંજરને ખેડૂત પાસે ટ્રેક્ટર લેવા મહિન્દ્રા ટીમ સાથે પહોંચવાનું કહ્યું છે. ભુઈયાએ તાજેતરમાં ગયાના લાથુઆ વિસ્તારમાં આવેલા તેમના ગામ કોઠીલાવા પાસે ટેકરીઓ પરથી ઉતરતા વરસાદી પાણીને એકત્રિત કરવા માટે 3 કિમી લાંબી નહેર ખોદીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેમના આ કૃત્યથી મને બિહારના દશરથ માંઝીની યાદ આવે છે, જેમણે તેની પત્ની માટે માર્ગ બનાવવા માટે પર્વત કાપવા માટે 22 વર્ષ પસાર કર્યા હતા. તમને જણાવી દઇએ કે લૌંગી ભુઈયાના આ કાર્યથી 3 ગામના લગભગ 3000 હજાર લોકોને લાભ મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More