Home> India
Advertisement
Prev
Next

Mann Ki Baat: દેશમાં વહી રહી છે અમૃત મહોત્સવની અમૃત ધારા, મન કી બાતમાં બોલ્યા PM મોદી

Mann Ki Baat 28 August: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત 'મન કી બાત' એક ભારતીય રેડિયો કાર્યક્રમ છે. આ ખાસ કાર્યક્રમમાં પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવાર સવારે 11 વાગે દેશની જનતાને સંબોધિત કરે છે.

Mann Ki Baat: દેશમાં વહી રહી છે અમૃત મહોત્સવની અમૃત ધારા, મન કી બાતમાં બોલ્યા PM મોદી

Mann Ki Baat 28 August Sunday: પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી 'મન કી બાત'ના 92 માં એપિસોડમાં ઘણા વિષયો પર દેશની જનતા સાથે સીધો સંવાદ કરે છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અમૃત મહોત્સવ, અમૃત સરોવર અભિયાન, ડિજિટલ ઇન્ડિયા અને ગ્રામીણ ભારતની સફળતા ઉલ્લેખ કરતા દેશની જનતાને આગામી મહિનાથી શરૂ થતા પોષણ અભિયાનમાં જોડાવવાની અપીલ કરી છે. આ સાથે જ તેમણે દેશમાં આગામી તહેવારોનો ઉલ્લેખ કરતા તેમાં છૂપાયેલી પ્રેરણામાંથી પાઠ લેવાનો સંદેશ આપતા 'મન કી બાત'નો આ એપિસોડ પૂરો કર્યો હતો.

આઝાદી કા અમૃત મહોત્સવમાં બનો અમૃત સરોવર
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું- આઝાદી કા અમૃત મહોત્સવ આગામી વર્ષ એટલે કે 2023 સુધી ચાલશે. દેશ માટે, સ્વતંત્રતા સેનાનીઓ માટે, જે લેખન- આયોજન વગેરે આપણે કરી રહ્યા હતા આપણે તેને વધુ આગળ વધારવાના છે. આઝાદીના આ મહિનામાં આપણા આખા દેશમાં, દરેક શહેર અને દરેક ગામમાં અમૃત મહોત્સવની અમૃતધારા વહી રહી છે. લોકોએ તિરંગા અભિયાન માટે અલગ-અલગ નવા પ્રયાસ કર્યા. આપણે સ્વચ્છતા અભિયાન અને વેક્સીનેશન અભિયાનમાં દેશની તે શક્તિને જોઈ હતી. અમૃત મહોત્સવમાં પણ આપણને ફરી દેશભક્તિનો તે જુસ્સો જોવા મળી રહ્યો છે. આ સાથે જ આખા દેશમાં અમૃત સરોવર બનાવવાને લઇને ઝડપથી કામ થઈ રહ્યું છે.

આ પણ વાંચો:- Latest News Live Update: જાણો દેશના આ રાજ્યોમાં એલર્ટ, હવામાન વિભાગ આપી ભારે વરસાદની ચેતવણી

દેશમાં પોષણ અભિયાન ઝડપી કરવા અપીલ
પીએમ મોદીએ કહ્યું કે, આખા દેશને આ અમૃત સરોવર અભિયાન ઉપરાંત તમામને આગામી સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઈ રહેલા પોષણ અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી જોઇએ. આ અભિયાન અંતર્ગત દેશમાંથી કુપોષણને દૂર ભગાડવા માટે મોટા પાયે કામ કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું- હું તમને આગ્રહ કરું છું કે તમે આવનારા પોષણ મહિનામાં કુપોષણને દૂર કરવાના પ્રયાસમાં ભાગ જરૂરથી લો. કુપોષણની સમસ્યાનું નિરાકરણ આ પગલા સુધી સિમિત નથી. આ લડાઈમાં બીજી ઘણી પહેલો પણ મહત્વનો ભાગ ભજવે છે.

આ પણ વાંચો:- માત્ર 9 સેકન્ડમાં જમીનદોસ્ત થશે 32 માળનું ટાવર, તોડવા માટે વપરાયો આટલા કિલો વિસ્ફોટક

પોષણ માસમાં નિભાવો ભૂમિકા
પીએમ મોદીએ કહ્યું- ઉદાહરણ તરીકે, જળ જીવન મિશનને જોઈએ તો ભારતને કુપોષણમુક્ત કરવામાં આ મિશનની પણ ઘણી અસર જોવા મળશે. દેશમાં લાખો આંગણવાડી કાર્યકર્તાઓને મોબાઈલ ડિવાઈસ આપવાથી લઇને આંગણવાડી સેવાઓ પહોંચવા સુધીનું મોનિટરિંગ કરવા માટે પોષણ ટ્રેકર એપ પણ લોન્ચ કરવામાં આવી છે. તમામ પ્રભાવિત જિલ્લા અને નોર્થ ઇસ્ટના રાજ્યોમાં 14 થી 18 વર્ષની દિકરીઓને પણ પોષણ અભિયાનના દાયરામાં લાવવામાં આવી છે. તેથી અમે દર વર્ષે 1 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે પોષણ માસ ઉજવીએ છીએ. આવનારા મહિનામાં પોષણ અભિયાનથી જોડાઈ લોકોને આ નેક અભિયાનમાં પોતાની ભૂમિકા નિભાવી જોઇએ.

આ પણ વાંચો:- સાવધાન! હવામાન વિભાગનું એલર્ટ, આજે કહેર વરસાવશે મેઘરાજા; ક્યારે વિદાય લેશે ચોમાસુ?

ડિજિટલ ઇન્ડિયાએ બદલી તસવીર
પીએમ મોદીએ તેમના સંબોધનમાં દેશમાં ઇન્ટરનેટથી થઈ રહેલી ક્રાન્તીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જે સુવિધાઓ ક્યારે માત્ર મોટા શહેરોમાં હતી તે હવે ડિજિટલ ઇન્ડિયા દ્વારા ગામેગામ પહોંચી ગઈ છે. ઇન્ટરનેટે યુવાઓના અભ્યાસ અને શીખવાની રીતમાં બદલાવ કર્યો છે. કોમન સર્વિસ સેન્ટરની જેમ Government E- market place એટલે કે GEM portal પર લોકોની સફળતાની નવી-નવી કહાનીઓ જોવા મળી રહી છે. એટલા માટે તમે મને ગામડાંના ડિજિટલ સાહસિકો વિશે વધુને વધુ લખાણો મોકલો અને તેમની સફળતાની વાર્તાઓ સોશિયલ મીડિયા પર પણ શેર કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More