Home> India
Advertisement
Prev
Next

મુર્ખતા માટે માત્ર એક જ જગ્યા છે અને તેને કોંગ્રેસ કહે છે: અમિત શાહનો વ્યંગ

 ભીમા કોરેગાંવ હિંસા મુદ્દે માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડ અંગે વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો ત્યારે શુક્રવારે સુપ્રીમે આ અંગે ચુકાદો આપ્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના વલણનો પર્દાફાશ થઇ ચુક્યો છે. શાહે કહ્યું કે, મુર્ખાઓ અને મુર્ખતા માટે માત્ર એક જ જગ્યા છે જેને કોંગ્રેસ કહે છે. 

મુર્ખતા માટે માત્ર એક જ જગ્યા છે અને તેને કોંગ્રેસ કહે છે: અમિત શાહનો વ્યંગ

નવી દિલ્હી: ભીમા કોરેગાંવ હિંસા મુદ્દે માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડ અંગે વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો ત્યારે શુક્રવારે સુપ્રીમે આ અંગે ચુકાદો આપ્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના વલણનો પર્દાફાશ થઇ ચુક્યો છે. શાહે કહ્યું કે, મુર્ખાઓ અને મુર્ખતા માટે માત્ર એક જ જગ્યા છે જેને કોંગ્રેસ કહે છે. 
fallbacks
અમિત શાહે પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, જે લોકો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓનું રાજનીતિકરણ કરવાનાં સ્તર પર જતા રહ્યા, તેમનું સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનાં કારણે પર્દાફાશ થઇ ચુક્યો છે. સમય આવી ચુક્યો છે કે કોંગ્રેસ શહેરી નક્સલવાદ જેવા મહત્વપુર્ણ મુદ્દાઓ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે. 
fallbacks
અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વીટની મદદથી વળતો પ્રહાર કર્યો. ભાજપ અધ્યક્ષે રાહુલ પર તીખો પ્રહાર કરતા કહ્યું કે, મુર્ખતા માટે માત્ર એક જ સ્થળ છે, જેને કોંગ્રેસ કહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નક્સલ મુદ્દે પાંચ કાર્યકર્તાઓને નજર કેદ કરવાનાં મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વ્યંગ કર્યો હતો કે ભારતમાં માત્ર એક એનજીઓ માટે જ સ્થાન છે અને તે છે આરએસએસ.
fallbacks
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ભારતમાં મજબુત લોકશાહી, વિવાદની સ્વસ્થય પરંપરા, ચર્ચા અને અસંમતી વ્યક્ત કરવાનાં કારણે છે. જો કે દેશની વિરુદ્ધ કાવત્રું કરવું અને પોતાનાં નાગરિકોને નુકસાન પહોંચાડવાની ભાવના તેમાં સમાવિષ્ટ નથી. તેમણે કહ્યું કે, જે લોકોએ રાજનીતિકરણનો પ્રયાસ કર્યો છે તેમણે માફી માંગવી જોઇએ. 

કોંગ્રેસ પર નિશાન સાધતા શાહે એક અન્ય ટ્વીટમાં કહ્યું કે, ભારતનાં ટુકડે ટુકડે ગૈંગ માઓવાદીઓ, નકલી કાર્યકર્તાઓ અને ભ્રષ્ટ લોકોનું સમર્થન કરો, જે લોકોએ ઇમાનદારી અને મેહનતથી કામ કર્યું તેને બદનામ કરો. રાહુલ ગાંધીની કોંગ્રેસનું સ્વાગત છે. 

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે કોરેગાંવ-ભીમા હિંસા પ્રકરણ અંગે પાંચ માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડ મુદ્દે હસ્તક્ષેપ કરવાથી શુક્રવારે મનાઇ કરવાની સાથે જ આ ધરપકડની તપાસ માટે વિશેષ તપાસ દળની રચના કરવા માટેની માંગ ફગાવી દીધી. મહારાષ્ટ્ર પોલીસે આ કાર્યકર્તાઓની ગત્ત મહિને ધરપકડ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે કામચલાઉ આદેશ અંગે તેમને ઘરમાં જ નજરકેદ રાખવામાં આવ્યા હતા. મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ખંડપીઠે 2:1ના બહુમતીના નિર્ણયથી આ કાર્યકર્તાઓની તત્કાલ મુક્તિ માટે ઇતિહાસકાર રોમિલા થાપર અને અન્યોની અરજી ફગાવી દીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More