Home> India
Advertisement
Prev
Next

UP: BJP એ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, જાણો કયા-કયા વાયદા કર્યા

યુપી વિધાનસભા ચૂંટણી 2022 માટે ભારતીય જનતા પાર્ટીએ આજે સંકલ્પ પત્ર જાહેર કરી દીધુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. જેમાં ભાજપે ઉત્તર પ્રદેશની જનતાને અનેક મોટા વચનો આપ્યા છે. 

UP: BJP એ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, જાણો કયા-કયા વાયદા કર્યા

લખનૌ: યુપી વિધાનસભા ચૂંટણી 2022 માટે ભારતીય જનતા પાર્ટીએ આજે સંકલ્પ પત્ર જાહેર કરી દીધુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. જેમાં ભાજપે ઉત્તર પ્રદેશની જનતાને અનેક મોટા વચનો આપ્યા છે. 

ભાજપનું સંકલ્પ પત્ર બહાર પાડવાના અવસરે ગૃહમંત્રી અમિત શાહે  કહ્યું કે કૃષિના ક્ષેત્રે ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેનાથી ખેડૂતો ઉપર કરજનું ભારણ ઓછું થશે. આગામી પાંચ વર્ષમાં દરેક પરિવારમાંથી ઓછામાં ઓછા એક સભ્યને રોજગાર કે સ્વરોજગારની તક ઉપલબ્ધ કરાવીશું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે દરેક જિલ્લામાં કોચિંગની વ્યવસ્થા કરાશે. 

તેમણે કહ્યું કે યુવાઓને તાલિમ માટે દરેક બ્લોકમાં આઈટીઆઈની સ્થાપના થશે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના તમામ લાભાર્થીાઓને દર વર્ષે હોળી અને દીવાળી પર 2 મફત એલપીજી સિલિન્ડર અપાશે. 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે જાહેર ટ્રાન્સપોર્ટમાં મફત મુસાફરીની વ્યવસ્થા કરાશે. વિધવા અને નિરાક્ષિત મહિલાઓનું પેન્શન વધારીને 1500  રૂપિયા પ્રતિમાસ કરાશે. 

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે અમે કાયદો બનાવીને એવી વ્યવસ્થા કરીશું કે જો શેરડીના ખેડૂતોને 14 દિવસની અંદર પૈસા ન મળે તો તેનું વ્યાજ ખાંડની મિલો ખેડૂતોને ચૂકવશે. સરદાર વલ્લભભાઈ પટેલ એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન બનાવવામાં આવશે. જેનાથી ખેડૂતો પોતાની ઉપજના ગ્રેડિંગ પ્રમાણે વધુ ભાવ મેળવી શકે. 

અમિત શાહે  કહ્યું કે આજે મને 5 દિવસ પહેલાનું દ્રશ્ય યાદ આવે છે. આ જ સ્થળ હતું ત્યારે ભાજપે એક સંકલ્પપત્ર જનતા સામે રજૂ કર્યું હતું. ત્યારે હું પાર્ટી અધ્યક્ષ હતો. 2014માં જ જનતાએ જણાવી દીધુ હતું કે 2017માં યુપીમાં  ભાજપની સરકાર બનવાની હતી. 2014માં ભાજપે 80માંથી 73 બેઠકો બીજી હતી અને 2017માં જનતાએ અમને વિધાનસભામાં 300થી વધુ બેઠકો જીતાડી હતી. 

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશના દરેક ક્ષેત્રમાં વિકાસ થયો. આજે રાજકારણમાં અપરાધીઓની જગ્યા નથી. અપરાધ મુક્ત કરવાનું કામ સીએમ યોગીએ કર્યું છે. સીએમ યોગીએ પ્રશાસનના રાજનીતિકરણને પણ રોક્યું. 

તેમણે કહ્યું કે 2017ના સંકલ્પપત્રમાં 212 સંકલ્પ હતા જેમાંથી 92 ટકા સંકલ્પ પૂરા થઈ ચૂક્યા છે. હવે ફરીથી એકવાર સીએમ યોગીના નેતૃત્વમાં યુપીમાં બહુમતની સરકાર ભાજપ બનાવશે. પીએમ મોદીએ ખેડૂતોના એકાઉન્ટમાં દર વર્ષે 6000 રૂપિયા મોકલવાનું કામ કર્યું છે. જ્યારે સીએમ યોગીએ સરકાર બન્યાના બે મહિનાની અંદર જ નાના અને મધ્યમ ખેડૂતોના 86 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરવાનું કામ કર્યું. 

અમિત શાહે કહ્યું કે પાંચ વર્ષ પહેલા યુપીને તોફાનોનો પ્રદેશ ગણવામાં આવતો હતો. બહેન-બેટીઓ સુરક્ષિત નહતી. પાંચ વર્ષની ભાજપની સરકાર ચાલ્યા બાદ અપરાધી રાજ્યમાંથી પલાયન કરી ગયા. ડકૈતીના મામલામાં 57 ટકા અને રેપના કેસમાં 42 ટકાનો ઘટાડો થયો. 2 હજાર કરોડની સંપત્તિ ફોઈ અને ભત્રીજાની સરકારમાં અપરાધીઓએ પડાવી લીધી હતી જેને યોગી સરકારે મુક્ત કરાવી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More