Home> India
Advertisement
Prev
Next

શિવસેનાના તેવર સામે ભાજપ અડીખમ, અમિત શાહે CM અને ગૃહ મંત્રી પદ આપવાની ના પાડી: સૂત્ર

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શિવસેનાને સીએમ અને ગૃહ મંત્રી પદ આપવાનો ઈન્કાર કરી દીધો છે.

શિવસેનાના તેવર સામે ભાજપ અડીખમ, અમિત શાહે CM અને ગૃહ મંત્રી પદ આપવાની ના પાડી: સૂત્ર

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શિવસેનાને સીએમ અને ગૃહ મંત્રી પદ આપવાનો ઈન્કાર કરી દીધો છે. એવું કહેવાઈ રહ્યું છે કે અમિત શાહે શિવસેનાના તેવર જોતા રાજ્ય ભાજપને વેઈટ એન્ડ વોચની ભૂમિકા અપનાવવાનું કહ્યું છે. એવા પણ ખબર છે કે ભાજપ શિવસેનાને મહેસૂલ વિભાગ આપવા તૈયાર છે. સૂત્રોથી એવું પણ જાણવા મળ્યું છે કે શિવસેના તરફથી ભાજપ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત બંધ છે. 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? અમિત શાહ સાથે મુલાકાત બાદ ફડણવીસે આપ્યું મોટું નિવેદન 

એવા પણ અહેવાલ છે કે ભાજપ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે થનારી મીટિંગ ઉપર પણ નજર રાખી રહ્યો છે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે ભાજપની શિવસેના સાથે મુખ્યમંત્રી પદને લઈને કોઈ વાતચીત થઈ નથી. કહેવાય છે કે ભજાપને પૂરેપૂરો વિશ્વાસ છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની સ્થિતિ ઊભી નહીં થાય. પાર્ટીનું માનવું છે કે 8 નવેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં સરકાર બની જશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) આજે દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતાં. ફડણવીસે દાવો કર્યો છે કે બહુ જલદી રાજ્યમાં સરકારની રચના કરી લેવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ આ અંગે કોઈ અન્યની ટિપ્પણી પર કશું બોલશે નહીં. 

દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું કોઈ અન્યની સરકાર બનાવવાને કરવામાં આવેલી ટિપ્પણી પર કશું બોલીશ નહીં. તેમણે કહ્યું કે મારે ફક્ત એટલું કહેવાનું છે કે નવી સરકારની રચના જરૂર થશે અને તેનો મને વિશ્વાસ છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More