Home> India
Advertisement
Prev
Next

ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન પર જીત, ગુહમંત્રી અમિત શાહે ગણાવી અન્ય એક ‘સ્ટ્રાઇક’

આઇસીસી વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019)માં મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)ની મેચમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 89 રનથી હરાવી છે.

ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન પર જીત, ગુહમંત્રી અમિત શાહે ગણાવી અન્ય એક ‘સ્ટ્રાઇક’

નવી દિલ્હી: આઇસીસી વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019)માં મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)ની મેચમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 89 રનથી હરાવી છે. વરસાદના કારણે મેચમાં પાકિસ્તાનને ડકવર્થ લુઈસ નિયમ અનુસાર 40 ઓવરની મેચમાં છેલ્લી 5 ઓવરમાં 136 રનનો ટાર્ગેટ પુરો કરવાનો હતો. આ બધા વચ્ચે ભાજપ અધ્યક્ષ અને મોદી સરકારમાં ગૃહમંત્રી અમિત શાહએ તેમના અંદાજમાં ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.

ગૃહમંત્રી અમિત શાહએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, ભારતીય ટીમે પાકિસ્તાન પર અન્ય એક સ્ટ્રાઇક કરી અને પરિણામ એ જ આવ્યું જે નક્કી હતું. શાનદાર પ્રદર્શન માટે સમગ્ર ટીમને શુભેચ્છાઓ. દરેક ભારતીયો આ જીત પર ગર્વ કરી રહ્યાં છે અને તેમની જીતને સેલિબ્રેટ કરી રહ્યાં છે.

ત્યારે આ જીત બાદ મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર પર લખ્યું કે, વાહ... શું રમ્યો રોહિત શર્મા આજે. વિરાટ કોહલી પણ પાછળ રહ્યો નહીં અને બોલરોએ તો જીતમાં ચાર ચાંદ લગાડી દીધા. ટીમ ઇન્ડિયાને આ જીતની શુભેચ્છાઓ. આ તો એક પડાવ હતો, લક્ષ્યએ પહોંચવાનું હજું બાકી છે. ધ્યેય આ રીતે જ અકબંધ રાખો, ભારતવાસીઓની દુવાઓ તમારી સાથે છે.

જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 50 ઓવરમાં જીત માટે 337 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ વરસાદના કારણે 35 ઓવર બાદ મેચ 40 ઓવરની કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનને ત્યારે 40 ઓવરમાં જીતવા માટે 302 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 35 ઓવરમાં 166ના સ્કોર પર 6 વિકેટ ગુમાવનારી પાકિસ્તાનની ટીમ માટે અશક્ય થઇ ગયું હતું. ત્યારબાદ પાકિસ્તાનની ટીમે 40 ઓવરમાં 212 રન જ બનાવ્યા હતા.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More