Home> India
Advertisement
Prev
Next

#जनता माफ नहीं करेगी: કોંગ્રેસનું હૃદય આતંકવાદીઓ માટે જ્યારે અમારૂ ત્રિરંગા માટે ધબકે છે

અમિત શાહે #जनता माफ नहीं करेगी સાથે એક ટ્વીટ કરીને વિપક્ષ અને ભાજપ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો હતો

#जनता माफ नहीं करेगी: કોંગ્રેસનું હૃદય આતંકવાદીઓ માટે જ્યારે અમારૂ ત્રિરંગા માટે ધબકે છે

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ અમિત શાહે પુલવામા આતંકવાદી હુમલા પર સામ પિત્રોડાના નિવેદન મુદ્દે શુક્રવારે કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે મતદાતાઓને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સંસ્કૃતીની વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઇક કરવાની અપીલ કરી હતી. અમિત શાહે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા માટે સહયોગ કરવાની લોકોને અપીલ કરી હતી. 
 

ટ્વીટર પર સાધ્યું કોંગ્રેસ પર નિશાન
અમિત શાહે જનતા માફ નહી કરેગી હેશટેગ સાથે એક ટ્વીટ દ્વારા કહ્યું કે, વિપક્ષ અને ભાજપ વચ્ચે અંતર સ્પષ્ટ છે. તેઓ અમારી સેના પર આશંકા કરે છે અને અમે આપણી સેના પર ગર્વ કરીએ છીએ। તેમનું હૃદય આતંકવાદીઓ માટે ધબકે છે અને અમારૂ હૃદય માત્ર ત્રિરંગા માટે ધબકે છે. આ ચૂંટણીમાં પોતાના મતની શક્તિથી કોંગ્રેસની સંસ્કૃતી પર સર્જીકલ સ્ટ્રાઇક કરો. 

લોકસભા ચૂંટણી: શિવસેનાએ 21 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા, આ છે મહત્વનાં નામ

અમીત શાહે આ વાત પિત્રોડાનાં તે નિવેદનનાં જવાબમાં કહી જેમાં તેમણે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે કહ્યું કે, આવી ઘટનાઓ હંમેશા ઘટતી હોય છે. તેમણે કહ્યું કે, સંયુક્ત પ્રગતીશીલ સરકાર (સંપ્રગ) સરકાર પણ 2008માં મુંબઇ આતંકવાદી હુમલો કરી શકતી હતી પરંતુ તે યોગ્ય રસ્તો નહોતો. પિત્રોડાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાઁધીનાં નજીકનાં વ્યક્તિ માનવામાં આવે છે. અને તેઓ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસનાં પ્રમુખ પણ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More