Home> India
Advertisement
Prev
Next

અમરનાથ યાત્રા :ત્રણ દિવસમાં 22 હજાર શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

1 જુલાઇથી ચાલુ થયેલી અમરનાથ યાત્રાનો આજે ચોથો દિવસ છે. ગત્ત ત્રણ દિવસો દરમિયાન 22 હજાર થી વધારે શ્રદ્ધાળુઓએ સફળતાપુર્વક બાબા બર્ફાનીનાં દર્શન કરી લીધા છે. આ શ્રદ્ધાળુઓને હવે બાલટાલ અને પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના કરી દેવામાં આવ્યા છે. પરત ફરવા દરમિયાન શ્રદ્ધાળુઓની મદદ માટે અર્ધસૈનિક દળોનાં જવાનો અલગ-અલગ સ્થળો પર ફરજંદ કરવામાં આવ્યા છે. 

અમરનાથ યાત્રા :ત્રણ દિવસમાં 22 હજાર શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

નવી દિલ્હી : 1 જુલાઇથી ચાલુ થયેલી અમરનાથ યાત્રાનો આજે ચોથો દિવસ છે. ગત્ત ત્રણ દિવસો દરમિયાન 22 હજાર થી વધારે શ્રદ્ધાળુઓએ સફળતાપુર્વક બાબા બર્ફાનીનાં દર્શન કરી લીધા છે. આ શ્રદ્ધાળુઓને હવે બાલટાલ અને પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના કરી દેવામાં આવ્યા છે. પરત ફરવા દરમિયાન શ્રદ્ધાળુઓની મદદ માટે અર્ધસૈનિક દળોનાં જવાનો અલગ-અલગ સ્થળો પર ફરજંદ કરવામાં આવ્યા છે. 

INX મીડિયા કેસ: ઇન્દ્રાણી મુખર્જી બની સરકારી સાક્ષી, પી. ચિદમ્બરમ પણ આ કેસમાં આરોપી
અમરનાથ યાત્રાની સુરક્ષા સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીના અનુસાર ત્રણ જુલાઇ સુધી બાલટાલ બેઝ કેમ્પથી આવેલા 7840 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીનાં દર્શન કરી લીધા છે. જેમાં 1264 હેલીકોપ્ટર દ્વારા પવિત્ર ગુફા સુધી પહોંચ્યા હતા. જ્યારે 6376 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા સુધીની પગપાળા યાત્રા કરી હતી. 

કાળિયાર શિકાર કેસઃ શું સલમાને ફરી જેલના સળિયા ગણવા પડશે? જામીન રદ્દ થવાની સંભાવના

સરકારી શાળામાં વિંછી કરડવાથી વિદ્યાર્થીનું મોત, પ્રિન્સિપાલે હોસ્પિટલ લઇ જતા પહેલા કરાવી તાંત્રિક વિધિ
તેમણે જણાવ્યું કે, પહેલગામ બેઝ કેમ્પથી આવેલા 14174 શ્રદ્ધાળુઓએ પોતાની યાત્રાનો એક તબક્કો પુર્ણ કરી બાબા બર્ફાનીનાં દર્શન પુર્ણ કર્યા છે. તેમાં 339 શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર દ્વારા બાબા અમરનાથની ગુફા સુધી પહોંચ્યા હતા. જ્યારે પગપાળા આવેલા શ્રદ્ધાળુઓની સંખ્યા આશરે 14174 હતી. 

DMCH : 50 બાળકોના મોત મામલે BJP ધારાસભ્યનું અત્યંત શરમજનક નિવેદન
તેમણે જણાવ્યું કે, આ પ્રકારે 3 જુલાઇ સુધીમાં કુલ 22014 શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથની યાત્રા પુર્ણ કરી છે. ઉલ્લેખનીય છે કે, એક જુલાઇથી ચાલુ થયેલી અમરનાથ યાત્રા 45 દિવસ સુધી ચાલુ રહેશે. અમરનાથ માટે અંતિમ જથ્થો 15 ઓગષ્ટના રોજ રવાના થશે. ઉલ્લેખનીય છે કે, 2018માં આશરે 2 લાખ 85 હજાર શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More