Home> India
Advertisement
Prev
Next

ગોવામાં મુખ્યમંત્રીએ વિભાગોની ફાળવણી કરી, પ્રમોદ સાવંતે પાંચ મંત્રાલય પોતાની પાસે રાખ્યા

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગૃહ, નાણા, તકેદારી, સત્તાવાર ભાષા સહિત પાંચ મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે. વિશ્વજીત રાણેને સ્વાસ્થ્ય અને શહેરી વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે. 

 ગોવામાં મુખ્યમંત્રીએ વિભાગોની ફાળવણી કરી, પ્રમોદ સાવંતે પાંચ મંત્રાલય પોતાની પાસે રાખ્યા

પણજીઃ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી દીધી છે. મુખ્યમંત્રી સાવંતે ગૃહ, નાણા, કર્મચારી, તકેદારી, સત્તાવાર ભાષા સહિત પાંચ વિભાગ પોતાની પાસે રાખ્યા છે. વિશ્વજીત પી રાણેને સ્વાસ્થ્ય અને શહેરી વિકાસ સહિત પાંચ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 20 સીટ જીતી હતી. પાછલા સોમવારે પ્રમોદ સાવંતે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી સિવાય વિશ્વજીત રાણે, મૌવિન ગોડિન્હો, રવિ નાઇક, નીલેશ કાબરાલ, સુભાષ શિરોડકર, રોહન ખૌંટે, ગોવિંદ ગૌડે અને અતનાસિયો મોનસેરાએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. 

ક્યા મંત્રીને મળ્યો ક્યો વિભાગ?
વિશ્વજીત પી રાણે- સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, ટીસીપી, મહિલા અને બાળ કલ્યાણ, વન.

મૌવિન ગોડિન્હો- પરિવહન, ઉદ્યોગ, પંચાયત અને પ્રોટોકોલ.

રવિ નાઈક- કૃષિ, હેન્ડક્રાફ્ટ અને સિવિલ આપૂર્તિ.

નીલેશ કબરાલ- કાયદાકીય બાબતો, પર્યાવરણ, કાયદો અને ન્યાયતંત્ર અને PWD

સુભાષ શિરોડકર- WRD, સહયોગ (કોઓપરેશન) 

રોહન ખૌંટે- ટૂરિઝમ, આઈટી, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી

ગોવિંદ ગૌડે- ખેલ, કલા અને સંસ્કૃતિ તથા  RDA

અતાનાસિયો મૌનસેરાતે- મહેસૂલ, લેબર અને વેસ્ટ મેનેજમેન્ટ.

તમને જણાવી દઈએ કે ગોવામાં હાલમાં સંપન્ન થયેલી ચૂંટણીમાં ભાજપે 20 સીટો પર જીત મેળવી હતી, જે 40 સભ્યોના ગૃહમાં બહુમતથી એક ઓછી છે. ત્રણ અપક્ષ ધારાસભ્યો અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (એમજીપી) ના બે ધારાસભ્યોએ ભાજપનું સમર્થન કર્યુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More