Home> India
Advertisement
Prev
Next

અલીગઢમાં સપા નેતાની ગોળી મારી હત્યા, ઘટના સ્થળ પર પોલીસ હાજર

અલીગઢના હરદુઆગંજમાં સમાજવાદી પાર્ટીના નેતા રાકેશ યાદવની મંગળવાર (30 એપ્રિલ 2019)ની મોડી રાત્રે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.

અલીગઢમાં સપા નેતાની ગોળી મારી હત્યા, ઘટના સ્થળ પર પોલીસ હાજર

નવી દિલ્હી/ અલીગઢ: અલીગઢના હરદુઆગંજમાં સમાજવાદી પાર્ટીના નેતા રાકેશ યાદવની મંગળવાર (30 એપ્રિલ 2019)ની મોડી રાત્રે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ગોળી વાગવાથી સપાના નેતાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. હત્યાની જાણકારી બાદ પોલીસે સ્થળ પહોંચી તપાસ હાથ ધરી છે.

વધુમાં વાંચો: આજે રેલીઓનો ગઢ બનશે અયોધ્યા, PM મોદી, અખિલેશ-માયાવતી કરશે જનસભા

આ ઘટના મંગળવાર મોડી રાત્રે બની હોવાનું જણાવી રહ્યાં છે. બાઇક પર સવાર રાકેશને બદમાસોએ તેમના ઘરની પાસે જ ગોળી મારી હતી. ગોળી ચાલવાના અવાજ સાંભળતા આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સપા નેતાના ઘર પરિવારજન પણ સ્થળ પર પહોંચતા જ શોક મગ્ન બન્યા હતા.

વધુમાં વાંચો: લખનઉ: જયા બચ્ચને કહ્યું- ‘પૂનમને જીતાડવાનું વચન આપો, નહીં તો મને મુંબઇમાં એન્ટ્રી નહીં મળે’

હત્યાની જાણકારી બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને કબ્જો લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પરિવારજનોએ હંગામો શરૂ કરી દીધો હતો. હત્યાની પાછળ જમીન વિવાદ જણાવવામાં આવી રહ્યું છે. એક જમીન પર પ્લોટિંગને લઇને સપા નેતા રાકેશથી કોઇની સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ સંબંધમાં ફરિયાદ પણ થઇ હતી. હવે પોલીસ આ સમગ્ર મામલે આ વિવાદને જોડીને તપાસ કરી રહી છે.

વધુમાં વાંચો: મુંબઇ: વોટિંગ બાદ 23 કલાક ક્યાં ગાયબ હતા 223 EVM? અધિકારીઓનું મૌન

પોલીસનું કહેવું છે કે, આ મામલે તપાસ ચાલી રહી છે. પરિવારજનોથી સપા નેતાને બીજા વિવાદો મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, તપાસ જલદી પૂર્ણ કરવામાં આવશે અને આરોપીઓને સજા અપાવવામાં આવશે. પરિવારજનો અને સમર્થકોમાં ભારે આક્રોશ જોઇ પોલીસ કાફલા સહીત મોટા અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More