Home> India
Advertisement
Prev
Next

અલકાયદા ભારતમાં મોટા નેતા પર કરી શકે છે લોન વુલ્ફ એટેક: ગુપ્તચર એજન્સી

આતંકવાદી સંગઠન અલકાયદા લોન વુલ્ફ એટેક દ્વારા ભારતમાં મોટુ નુકસાન પહોંચાડવાનું કાવત્રું રચી રહ્યા છે. સરકારનાં મોટા મંત્રી, અધિકારી, હિદુત્વવાદીનેતા અને સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા લોકો અલકાયદાનાં નિશાન પર છે.  અલકાયદાએ બાંગ્લાદેશમાં કટ્ટર ઇસ્લામિક વિચારસરણી ધરાવતા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ યુવાનોને ઓનલાઇન ટ્રેનિંગ કંટેટ બનાવવાની જવાબદારી સોંપી છે.

અલકાયદા ભારતમાં મોટા નેતા પર કરી શકે છે લોન વુલ્ફ એટેક: ગુપ્તચર એજન્સી

નવી દિલ્હી : આતંકવાદી સંગઠન અલકાયદા લોન વુલ્ફ એટેક દ્વારા ભારતમાં મોટુ નુકસાન પહોંચાડવાનું કાવત્રું રચી રહ્યા છે. સરકારનાં મોટા મંત્રી, અધિકારી, હિદુત્વવાદીનેતા અને સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા લોકો અલકાયદાનાં નિશાન પર છે.  અલકાયદાએ બાંગ્લાદેશમાં કટ્ટર ઇસ્લામિક વિચારસરણી ધરાવતા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ યુવાનોને ઓનલાઇન ટ્રેનિંગ કંટેટ બનાવવાની જવાબદારી સોંપી છે.

ઇન્ડિયન આર્મી લડાયક મોડમાં 4 દિવસાં 14 આતંકવાદી ઠાર મરાયા

આ વાતનો ખુલાસો બુધવારે આવેલા સમાચાર એજન્સી રિપોર્ટમાં થયો. ગુપ્તચર એજન્સીના સુત્રોએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, આ પ્રકારે ઓનલાઇન ટ્રેનિંગ કંટેટ દ્વારા ભારતમાં જેહાદી વિચારધારા ધરાવતા યુવાનોને લોન વુલ્ફ એટેક માટે ટ્રેનિંગ આપવાની તૈયારી પણ કરી દીધી છે. જેના હેઠળ ગત્ત થોડા દિવસોમાં વીડિયો અને ઓડિયો અલગ અલગ વેબસાઇઠ પર પોસ્ટ પણ કર્યા હતા. 

અસમમાં IOCના કુવામાં ભયાનક આગ, બુઝાતા લાગશે 1 મહિનો, 10 કિ.મી દુરથી દેખાય છે ભડકા

વીઆઇપીની સુરક્ષા કરી રહેલ એજન્સીઓને સતર્ક કરી
ગુપ્તચર એજન્સીઓનાં ઇનપુટનાં આધારે દેશનાં તમામ વીવીઆઇપીની સુરભા મજબુત કરવા માટે જણાવ્યું છે. તેની સુરક્ષામાં રહેલા જવાનોને હંમેશા સતર્ક રહેવા માટે જણાવાયું છે. વીવીઆઇપીને મળવા માટે આવનારા લોકો પર નજર રાખવા અને તેનું કડક ચેકિંગ કરવા માટેના આદેશ પણ આપ્યા છે. સુરક્ષાદળોએ તે પણ સલાહ આપી કે તેઓ કોઇ પણ પ્રકારે ભયનો માહોલ ન સર્જાવા દેત.

અયોધ્યા: રામજન્મભૂમિ પરિસરમાં રહેલા અતિપૌરાણીક કુબેરેશ્વર શિવલિંગનું 28 વર્ષ બાદ પુજન

કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધની કડક કાર્યવાહીથી અલકાયદા ખફા
કાશ્મીરમાં સતત આતંકવાદીઓનો ખાત્મો થઇ રહ્યો છે. જેના કારણે આતંકવાદી સંગઠન ગિન્નાયું છે. આ જ કારણ છે કે, તેણે દેશમાં દહેશત ફેલાવવા માટે હવે લોન વુલ્ફ એટેક કરવાનો નિર્ધાર કર્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી માંડીને અત્યાર સુધી કાશ્મીરમાં અલગ અલગ એન્કાઉન્ટમરાં આશરે 100 આતંકવાદીઓને ઠાર માર્યા છે. તેમાં 8 થી વધારે આતંકવાદીઓ તો સંગઠનનાં ટોપના કમાન્ડર હતા. 

વિશ્વમાં કોરોનાના સૌથી જોખમી 15 દેશોમાં ભારતનો સમાવેશ, ફરી લોકડાઉનનો ખતરો

શું છે લોન વુલ્ફ એટેક
- લોન વુલ્ફ એટેકર્સ ખુબ જ ઘાટક હોય છે અને સંપુર્ણ રીતે કટ્ટરપંથી વિચારસરણી ધરાવે છે. 
- તેઓ એટલા કટ્ટર હોય છે કે તેમને જેટલું કહેવામાં આવે તેટલું જ કરશે, તેનાથી વધારે તેઓ ન તો કાંઇ સમજશે ન તો વિચારશે.
- લોન વુલ્ફ એટેકને કોઇ ટીમ વગર જ આખરી ઓપ અપાય છે. એટલે કે એકલી વ્યક્તિ સમગ્ર હૂમલાને અંજામ આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More