Home> India
Advertisement
Prev
Next

એસપી પ્રમુખ અખિલેશ યાદવની મોટી જાહેાત, હું NPRમાં ફોર્મ નહીં ભરૂ

અખિલેશે કહ્યું, 'અમે બંધારણ બચાવવા ઈચ્છીએ છીએ, પરંતુ જેની સાથે મુકાબલો છે તે બંધારણને સમજતા નથી. યુવાનોને નોકરી જોઈએ કે એનપીઆર? તેમણે કહ્યું, ભાજપના લોકો નક્કી નહીં કરે અમે નાગરિક છીએ કે નહીં.
 

એસપી પ્રમુખ અખિલેશ યાદવની મોટી જાહેાત, હું NPRમાં ફોર્મ નહીં ભરૂ

લખનઉઃ દેશભરમાં એનઆરસીને લઈને ચાલી રહેલી ચર્ચા અને વિરોધ પ્રદર્શનો વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે તે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (એનપીઆર)માં પોતાની નોંધણી કરાવશે નહીં. અખિલેશે યાદવે કહ્યું કે, ભાજપ નક્કી નહીં કરે કે કોણ ભારતનું નાગરિક છે અને નહીં. તેમણે કહ્યું કે, યુવાનોને રોજગાર જોઈએ ન કે એનપીઆર. 

એસપી અધ્યક્ષ અખિલેશે રવિવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, 'આજકાલ બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહ્યાં છે ચશ્મા. યુવાનો આજે બધુ સમજી રહ્યાં છે. સમાજવાદી કેસથી ડરતા નથી. જ્યારે સીએમ પોતાના કેસ પરત લઈ રહ્યાં છે, ત્યારે કેસ કરવામાં આવી રહ્યાં છે.' તેમણે કહ્યું કે, રાજ્યમાં સરકાર બનતા જ નવજવાનો ઉપર થયેલા કેસ પરત લેવામાં આવશે. 

ભાજપના લોકો નક્કી ન કરે અમે નાગરિક છીએ કે નહીં
અખિલેશે કહ્યું, 'અમે બંધારણ બચાવવા ઈચ્છીએ છીએ, પરંતુ જેની સાથે મુકાબલો છે તે બંધારણને સમજતા નથી. યુવાનોને નોકરી જોઈએ કે એનપીઆર? તેમણે કહ્યું, ભાજપના લોકો નક્કી નહીં કરે અમે નાગરિક છીએ કે નહીં. મહાત્મા ગાંધીએ આફ્રિકામાં માર્ગ દેખાડ્યો હતો. તેમણે કેટલાક કાર્ડ સળગાવી દીધા હતા. અહીં અમે પહેલા હશું જે એનપીઆરનું ફોર્મ નહીં ભરીએ, હું કોઈ ફોર્મ ભરવા જઈ રહ્યો નથી.'

એસપી નેતાએ આરોપ લગાવ્યો કે સીએમ યોગી આદિત્યનાથ પોતાની ખુરશી બચાવવા માટે અન્યાય કરી રહ્યાં છે. તમામ સીસીટીવી ફુટેજ અને વીડિઓ હાજર છે. સરકાર બનવા પર અમે તપાસ કરીશું અને જે દોષી હશે તેના પર કાર્યવાહી કરશું. ભાજપ જણાવે કે બદાયૂંમાં પોલીસ ઓફિસરની હત્યાના મામલામાં કેટલી વસૂલી કરવામાં આવી છે.

બોલિવુડના મહાનાયકને અપાયો સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

NPR શું છે?
નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર એટલે કે એનપીઆર ભારતમાં રહેતા સામાન્ય નિવાસીઓનું એક રજીસ્ટર છે. તે અહીં રહેતા લોકો (નિવાસીઓ)નું રજીસ્ટર છે. તેને ગ્રામ પંચાયત, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર તૈયાર કરવામાં આવે છે. નાગરિકતા કાનૂન, 1955 અને સિટિઝનશિપ રૂલ્સ, 2003ની જોગવાઈઓ પ્રમાણે આ રજીસ્ટર તૈયાર થાય છે. એનપીઆરને સમય-સમય પર અપડેટ કરવું એક સામાન્ય પ્રક્રિયા છે અને તેનો ઉદ્દેશ્ય દેશમાં રહેતા લોકોનો અપડેટેડ ડેટાબેસ તૈયાર કરવાનો છે. જેથી તેના આધાર પર યોજનાઓ તૈયાર કરી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More