Home> India
Advertisement
Prev
Next

કોરોના ટેસ્ટમાં મોટી ચૂક? એર ઈન્ડિયાના 5 પાઈલટના બીજીવારના કોરોના રિપોર્ટ નેગેટિવ 

એર ઈન્ડિયાના જે 5 પાઈલટ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં તેઓ બીજીવારના ટેસ્ટમાં નેગેટિવ આવ્યાં છે. મળતી માહિતી મુજબ બીજીવારના કોરોના ટેસ્ટમાં તમામ પાઈલટ કોરોના નેગેટિવ જોવા મળ્યાં છે. તેમના રિપોર્ટમાં કોરોના હોવાનો કોઈ ઉલ્લેખ નથી. ત્યારબાદ હવે કોરોના ટેસ્ટને લઈને સવાલ ઊભો થયો છે. 

કોરોના ટેસ્ટમાં મોટી ચૂક? એર ઈન્ડિયાના 5 પાઈલટના બીજીવારના કોરોના રિપોર્ટ નેગેટિવ 

મુંબઈ: એર ઈન્ડિયાના જે 5 પાઈલટ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં તેઓ બીજીવારના ટેસ્ટમાં નેગેટિવ આવ્યાં છે. મળતી માહિતી મુજબ બીજીવારના કોરોના ટેસ્ટમાં તમામ પાઈલટ કોરોના નેગેટિવ જોવા મળ્યાં છે. તેમના રિપોર્ટમાં કોરોના હોવાનો કોઈ ઉલ્લેખ નથી. ત્યારબાદ હવે કોરોના ટેસ્ટને લઈને સવાલ ઊભો થયો છે. 

અત્રે જણાવવાનું કે 10મી મેના રોજ એર ઈન્ડિયાના 5 પાઈલટ અને 2 અન્ય કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં. હવે તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ પાઈલટના રિપોર્ટ ખોટા આવ્યાં હતાં. સનિવારે એરલાઈનના 77 પાઈલટના પ્રાથમિકતાના આધારે ટેસ્ટ હાથ ધરાયા હતાં જેમાં 5 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં. જો કે તમામ પાંચ પાઈલટમાં કોરોના વાયરસના કોઈ લક્ષણ નહતાં. આ તમામ પાઈલટ મુંબઈમાં હોમ આઈસોલેશનમાં હતાં. આ પાઈલટ્સે છેલ્લીવાર બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન ઉડાવ્યું હતું. તેમને વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વંદે ભારત મિશન હેઠળ ડ્યૂટી પર તૈનાત કરાયા હતાં. 

અત્રે જણાવવાનું કે 7મી મેથી એર ઈન્ડિયા દુનિયાના સૌથી મોટા બચાવ અભિયાનમાંથી એક એવા કામમાં લાગી છે. જેમાં 12 દેશોમાં ફસાયેલા 14000થી વધુ ભારતીયોને 7 દિવસમાં 64 ફ્લાઈટ્સ દ્વારા પાછા લાવવામાં આવી રહ્યાં છે. 

જુઓ LIVE TV

વંદે ભારત મિશનને પૂરું કરવામાં એર ઈન્ડિયા મહત્વનો ભાગ ભજવી રહી છે. કહેવાય છે કે ખાડી દેશોમાંથી 27 ફ્લાઈટ્સ, યુએઈથી 11, પાડોશી બાંગ્લાદેશથી 7, દક્ષિણ-પૂર્વ એશિયાથી 14, અમેરિકાના 4 એરપોર્ટથી 7 ફ્લાઈટ્સ અને લંડનથી 7 ફ્લાઈટ્સ ભારત માટે આવશે. આ ફ્લાઈટ્સમાં આ દેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવામાં આવશે. જે હેઠળ કેટલીક ફ્લાઈટ્સ આવી પણ ગઈ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More