Home> India
Advertisement
Prev
Next

અગસ્તા વેસ્ટલેંડ ગોટાળાનાં વચેટિયાને પરત લાવવા દેશનાં શક્તિશાળી અધિકારીની મહત્વની ભુમિકા

અગસ્તા વેસ્ટલેંડમાં મુખ્ય આરોપી અને ભાગતા ફરતા ક્રિશ્ચિયન મિશલને દુબઇથી ઝડપીને તમામ કાયદેસર ગુંચવાડા ઉકેલી ભારત પર લાવવામાં મહત્વપુર્ણ ભુમિકા ભજવી

અગસ્તા વેસ્ટલેંડ ગોટાળાનાં વચેટિયાને પરત લાવવા દેશનાં શક્તિશાળી અધિકારીની મહત્વની ભુમિકા

નવી દિલ્હી : અગસ્તા વેસ્ટલેંડ હેલીકોપ્ટર સોદામાં કથિક વચેટિયા ક્રિશ્ચિયન જેમ્સ મિશેલને મંગળવારે પ્રત્યાર્પીત કરીને ભારત લાવવામાં આવ્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનાં દિશાનિર્દેશમાં ચાલી રહેલા અભિયાન હેઠળ મિશેલનું ભારતમાં પ્રત્યાર્પણ થયું છે. સીબીઆઇએ માહિતી આપતા કહ્યું કે, દુબઇથી મિશેલને લાવવા માટેનાં આ અભિયાનમાં સમન્વય સીબીઆઇનાં હાલનાં નિર્દેશક એમ.નાગેશ્વર રાવે કર્યો હતો. એજન્સીના સંયુક્ત નિર્દેશક સાંઇ મનોહરના નેતૃત્વમાં અધિકારીઓની એક ટીમ દુબઇમાં પ્રત્યાર્પણ માટે ગઇ હતી. 

ઈરાનની અમેરિકાને ફરી ધમકીઃ ખનીજ તેલ નિકાસનો માર્ગ બંધ કરી દઈશું...

અગસ્તા વેસ્ટલેંડમાં મુખ્ય આરોપી અને વોન્ટેડ ક્રિશ્ચિયન મિશલને મંગળવારે રાત્રે દુબઇથી ભારત લાવવામાં આવ્યો. આ મુદ્દે મિશેલનાં પ્રત્યાર્પણમાં મોટી સફળતા માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ કેસમાં અનેક રહસ્યો છતા થઇ શકે છે. દુબઇ સરકારે મિશેલને પ્રત્યાર્પીત કરવાની મંજુરી આપી હતી. અગાઉ આ પગલાની વિરુદ્ધની અનેક અપીલોને ત્યાંની એક કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. 

સીબીઆઇનાં પ્રવક્તા અભિષેક દયાલે જણાવ્યું કે, હેલિકોપ્ટર ગોટાળામાં અગસ્તા વેસ્ટલેન્ડને કોન્ટ્રાક્ટ અપાવવા અને ભારતીય અધિકારીઓને બિનકાયદેસર રીતે કમીશન અથવા લાંચની ચુકવણી કરવા માટે વચેટિયા તરીકે મિશેલની સંડોવણી 2012માં સામે આવી. તેમણે જણાવ્યું કે, મિશેલ તપાસ માટે જરૂરી હતો. પરંતુ તે ફરાર થઇ ગયો અને તપાસમાં સહયોગ નહોતો આપી રહ્યો. તેની વિરદ્ધ ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું હતું. 
અમદાવાદની નજીક આવેલુ આ સ્થળ ફોટોગ્રાફી માટે બેસ્ટ, જુઓ તસવીરો...
નવી દિલ્હીની પટિયાલા હાઉસમાં સીબીઆઇ આ કેસમાં વિશેષ ન્યાયાધીશે 24 સપ્ટેમ્બરે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યું કર્યું હતું. સીબીઆઇના પ્રવક્તાએ જણાવ્યું કેઆ વોરંટના આધારે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ઇશ્યું કરી જેનાં કારણે ફેબ્રુઆરી 2017માં તેની દુબઇથી ધરપકડ કરવામાં આવી. મિશેલ અગસ્તા મુદ્દે ભારતની કાર્યવાહીથી બચી રહ્યો હતો. તેને યુએઇ દ્વારા ભારતમાં પ્રત્યાર્પીત કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલનાં માર્ગદર્શનમાં સમગ્ર અભિયાનનો સમન્વય સીબીઆઇનાં હાલનાં નિર્દેશક રાવ કરી રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More