Home> India
Advertisement
Prev
Next

સુપ્રીમ કોર્ટ તિરસ્કારઃ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલી વધી, એટોર્ની જનરલ વેણુગોપાલે કેસ દાખલ કરવા સહમતિ આપી

કુણાલ કામરાના આ ટ્વીટને કોર્ટનો તિરસ્કાર માનવામાં આવી રહ્યાં છે. લેટરમાં ફ્રીડમ ઓફ સ્પીચ વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. બોલવાનો અધિકાર છે પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતનો તિરસ્કાર કરવાનો અધિકાર નથી. 

 સુપ્રીમ કોર્ટ તિરસ્કારઃ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલી વધી, એટોર્ની જનરલ વેણુગોપાલે કેસ દાખલ કરવા સહમતિ આપી

નવી દિલ્હીઃ કોમેડિયન કુણાલ કામરા એકવાર ફરી વિવાદોમાં ફસાયો છે. દેશના એટોર્ની જનરલ વેણુગોપાલે પણ પત્ર લખીને કાર્યવાહીની માગ કરી છે. તેમણે લખ્યું કે, ફ્રીડમ ઓફ સ્પીચનો અર્થ દેશની સર્વોચ્ચ અદાલતની ગરિમાને ઠેસ પહોંચાડવાનો નથી. વેણુગોપાલે કહ્યુ, 'લોકો સમજે છે કે કોર્ટ વિશે કંઈ પણ કહી શકે છે. મેં ટ્વીટ જોયું. ગુનાહિત તિરસ્કારનો મામલો બને છે.'

અર્નબ ગોસ્વામીના જામીન મામલામાં વકીલ રિઝવાન સિદ્દીકીએ દેશના એટોર્ની જનરલને અરજી પત્ર લખીને સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ ન્યાયાલના તિરસ્કારની ગુનાહિત કાર્યવાહી શરૂ કરવાની માગ કરી હતી.

fallbacks

કુણાલ કામરાનું ટ્વીટ
અર્નબ ગોસ્વામીના વચગાળાના જામીન બાદ કુણાલ કામરાએ ટ્વીટ કરીને લખ્યુ હતુ 'જે ગતિથી સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય મહત્વના મુદ્દાને ઓપરેટ કરે છે. તો બીજા ટ્વીટમાં લખ્યુ- 'ડીવાઈ ચંદ્રચૂડ એક ફ્લાઇટ અટેન્ડેટ છે જે પ્રથમ શ્રેણીના યાત્રિકોને શેમ્પેન ઓફર કરી રહ્યા છે કારણ કે તે ફાસ્ટ ટ્રેક્ડ છે. જ્યારે સામાન્ય લોકોને તે પણ ખ્યાલ નથી કે તે ક્યારેય ચઢી કે બેસી શકશે, સર્વ થવાની તો વાત જ નથી.'

fallbacks

કુણાલ કામરાના આ ટ્વીટને કોર્ટનો તિરસ્કાર માનવામાં આવી રહ્યાં છે. લેટરમાં ફ્રીડમ ઓફ સ્પીચ વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. બોલવાનો અધિકાર છે પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતનો તિરસ્કાર કરવાનો અધિકાર નથી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More