Home> India
Advertisement
Prev
Next

Vikram Lander: હવે વિક્રમ લેન્ડર પણ 'ઊંઘી ગયું'! પણ સૂતા પહેલા કરી નાખ્યો જબરદસ્ત કમાલ

Chandrayaan 3: વિક્રમ લેન્ડરને પણ ચંદ્ર પર છલાંગ માર્યા બાદ હવે સૂવાડી દેવાયું છે. આ કામ ઈસરોએ 4 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 8 વાગે કર્યું. ત્યારબાદ તમામ પેલોડ્સ બંધ કરી દેવાયા છે. ફક્ત રિસિવર ઓન રખાયું છે

Vikram Lander: હવે વિક્રમ લેન્ડર પણ 'ઊંઘી ગયું'! પણ સૂતા પહેલા કરી નાખ્યો જબરદસ્ત કમાલ

Chandrayaan 3: વિક્રમ લેન્ડર પણ ચંદ્ર પર છલાંગ માર્યા બાદ હવે સ્લીપ મોડમાં જતું રહ્યું છે. ચંદ્રયાન 3 મિશનનું લેન્ડર લગભગ સવારે 8 વાગે સ્લીપ મોડમાં સેટ થઈ ગયું. ત્યારબાદ તમામ પેલોડ્સ બંધ કરી દેવાયા છે. ફક્ત રિસિવર ઓન રખાયું છે. અત્યાર સુધીનો તમામ ડેટા બેંગ્લુરુ સ્થિત ISTRACને મળી ચૂક્યો છે. એવી આશા છે કે હવે તે 22 સપ્ટેમ્બરના રોજ ફરીથી જાગી જશે. 

ઈસરોએ પ્રજ્ઞાનને સૂવાડ્યા બાદ આજે એટલે કે 4 સપ્ટેમ્બર 2023ની સવારે 8 વાગે વિક્રમ લેન્ડરને પણ સૂવાડી દીધુ છે. સૂતા પહેલા વિક્રમ  લેન્ડરે ચંદ્ર પર છલાંગ લાવી હતી. છલાંગના પહેલા અને બાદનો ફોટો પણ ઈસરોએ બહાર પાડી છે. જેમાં જગ્યા બદલાયેલી જોવા મળી રહી છે. 

હાલ વિક્રમ લેન્ડરને સૂવાડતા પહેલા નવી જગ્યા પર તમામ પેલોડ્સથી ત્યાંની તપાસ કરવામાં આવી. ત્યારબાદ વિક્રમ લેન્ડરને સૂઈ જવાનો કમાન્ડ અપાયો. હાલ તમામ પેલોડ્સ બંધ છે. ફક્ત રિસિવર ઓન છે. જેથી કરીને બેંગલુરુથી કમાન્ડ લઈને ફરીથી કામ કરી શકે. 

સૂતા પહેલા કર્યો કમાલ
વિક્રમની બેટરી જેવું ધીરે ધીરે ઘટવા લાગશે તે ગાઢ ઊંઘમાં સરી પડશે. હવે ઈસરોને આશા છે કે 22 સપ્ટેમ્બરના રોજ ફરીથી વિક્રમ લેન્ડર કામ કરી શકે છે. આ પહેલા ગઈ કાલે એટલેકે 3 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડરે ચંદ્ર પર  છલાંગ લગાવી હતી. તે પોતાની જગ્યા પરથી કૂદીને 30-40 સેન્ટીમેટર દૂર ગયું હતું. તે હવામાં 40 સેન્ટીમીટર જેટલું કૂદ્યું. વિક્રમની આ છલાંગ ભવિષ્યના સેમ્પલ રિટર્ન અને માણસ મિશનમાં ઈસરોને મદદ કરશે. 

છલાંગ લગાવતા પહેલા રોવરનું રેમ્પ બંધ
હાલ વિક્મ લેન્ડરના તમામ ભાગ અને યંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. આ છલાંગ લગાવતા પહેલા વિક્રમ લેન્ડરના રેમ્પ, ચાસ્ટે અને ઈસ્લા પેલોડ્સ બંધ કરાયા હતા. ફરીથી સોફ્ટ લેન્ડિંગ  બાદ ફરીથી ખોલાયા. તે પહેલા ચંદ્રયાન 3ના પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર એવી જગ્યાએ લાવીને સ્લીપ મોડમાં મૂકી દેવાયું કે જ્યાં ફરીથી જ્યારે સૂરજ ઉગે તો તેને સૂર્ય ઉર્જા મળી શકે તો તે ફરીથી એક્ટિવ થઈ શકે. 

પ્રજ્ઞાન સૂઈ ચૂક્યું છે
ચંદ્ર પર આગામી એક બે દિવસમાં અંધારુ છવાવા લાગશે. સૂરજ ઢળી જશે. ત્યારબાદ લેન્ડર રોવર 14-15 દિવસ સુધી રાતમાં રહેશે. એટલે કે ચંદ્ર પર રાત શરૂ થશે. પરંતુ હાલ ચંદ્ર પર દિવસ છે એટલે કે સાંજ પડવાની છે. ચંદ્રયાન 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે છ વાગ્યાને ચાર મિનિટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ઉતર્યું હતું. તે સમયે ત્યાં સૂરજ ઉગી રહ્યો હતો. 

ઈસરોનું પ્લાનિંગ હતું કે ચંદ્રના જે હિસ્સા પર લેન્ડર રોવર ઉતરે ત્યાં આગામી 14-15 દિવસ સુધી સુરજની રોશની પડતી રહે. એટલે કે હજુ પણ ત્યાં દિવસ છે. જે આગામી ચાર પાંચ દિવસ સુધી રહેશે. ત્યારબાદ અંધારું થશે. સૂરજની રોશની લેન્ડર રોવર પર પડશે નહીં. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે જેથી કરીને પહેલેથી જ બેટરીને સંપૂર્ણ રીતે ચાર્જ કરીને સિસ્ટમ બંધ કરી દેવામાં આવે. જેથી બાદમાં જરૂર પડ્યે તેમને ફરીથી ઓન કરી શકાય. 

અંધારા પછી શું
લેન્ડર અને રોવરમાં સોલર પેનલ લાગેલી છે. તેઓ સૂરજ પાસેથી ઉર્જા લઈને ચાર્જ થાય છે. જ્યાં સુધી સુરજની રોશની મળશે, તેમની બેટરી ચાર્જ થતી રહેશે અને તેઓ કામ કરતા રહેશે. અંધારું થયા બાદ પણ થોડા દિવસ કે કલાકો સુધી રોવર અને લેન્ડર કામ કરી શકે છે. એ તેમની બેટરીના ચાર્જિંગ પર નિર્ભર કરે છે. પરંતુ ત્યારબાદ તેઓ આગામી 14-15 દિવસ સુધી સૂરજ ઉગવાની રાહ જોશે. બની શકે કે સૂરજ ઉગ્યા બાદ તેઓ ફરીથી એક્ટિવ થઈ જાય. આગામી 14-15 દિવસ કામ કરે. ચંદ્રમાં પર દર 14-15 દિવસમાં સૂરજ ઉગે છે. પછી એટલા જ દિવસ અસ્ત રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More