Home> India
Advertisement
Prev
Next

CBI બાદ હવે ED કોરોનાની ચપેટમાં, તબલીગી જમાતની તપાસના લીધે વધ્યા કેસ

દિલ્હીના પોશ વિસ્તાર ખાન માર્કેટમાં સ્થિત લોકનાયક ભવનમાં પણ અત્યાર ઝડપથી કોરોનાથી સંક્રમિત કેસ સામે આવી રહ્યા છે. લોકનાયક ભવનમાં ઇનકમ ટેક્સ અને ઇડી સહિત ઘણી ઓફિસ છે.

CBI બાદ હવે ED કોરોનાની ચપેટમાં, તબલીગી જમાતની તપાસના લીધે વધ્યા કેસ

નવી દિલ્હી: દિલ્હીના પોશ વિસ્તાર ખાન માર્કેટમાં સ્થિત લોકનાયક ભવનમાં પણ અત્યાર ઝડપથી કોરોનાથી સંક્રમિત કેસ સામે આવી રહ્યા છે. લોકનાયક ભવનમાં ઇનકમ ટેક્સ અને ઇડી સહિત ઘણી ઓફિસ છે. ગત થોડા દિવસોમાં ઇનકમ ટેક્સ અને ઇડીના ઘણા અધિકારીઓને કોરોના હોવાની પુષ્ટિ થઇ છે. ઇનકમ ટેક્સ વિભાગ સેટલમેન્ટની ઓફિસ લોક નાયક ભવનની 9મા ફ્લોર પર સ્થિત છે. 

તાજા રિપોર્ટ અનુસાર ઇડીના ઇંટેલિજેન્સ વિભાગમાં પણ ઘણા લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. ED ઓફિસમાં તાજા રિપોર્ટ અનુસાર કાર્યરત 6 અધિકારી સંક્રમિત થયા છે જેના સંપર્કમાં લગભગ બે ડઝન લોકો આવી ચૂક્યા હતા. ઇડીએ હવે તે તમામ લોકોના ટેસ્ટ કરાવવાના આદેશ આપ્યા છે. 

ઇડીના ઇંટેલિજન્સ બ્રાંચના એક અધિકારીના સંક્રમણની ચપેટ આવ્યા બાદ તેમની પત્ની પણ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. ઇડી હવે કોરોનાથી બચવા માટે દરેક જરૂરી પગલાં ભરી રહી છે. 

જોકે ઇડી તબલીગી જમાતના મરકજ કેસમાં મની લોન્ડ્રીંગની તપાસ કરી રહી છે, જેના માટે તે સતત મરકજ સાથે જોડાયેલા જમાતીઓ સાથે પૂછપરછ માટે ઓફિસ બોલાવી રહી હતી. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More