Home> India
Advertisement
Prev
Next

નાઈક પરિવારને ધમકી: હું અર્નબ છું! હું તમને દેખાડીશ કે હું શું કરી શકુ છું

મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police)એ રીપબ્લિક ટીવી (Republic TV)ના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami)ની બે વર્ષ જૂના આત્મહત્યાના એક કેસમાં ધરપકડ કરી છે

નાઈક પરિવારને ધમકી: હું અર્નબ છું! હું તમને દેખાડીશ કે હું શું કરી શકુ છું

મુંબઇ: મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police)એ રીપબ્લિક ટીવી (Republic TV)ના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami)ની બે વર્ષ જૂના આત્મહત્યાના એક કેસમાં ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ ચર્ચાઓ ચાલી રહી છે કે, શું આ ફ્રી સ્પીચર પર હુમલો છે. કેસ કોનકોર્ડ ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અન્વય નાઈકની આત્મહત્યાથી સંબંધિત છે. તેમણે કથિત રીતે એક સ્યુસાઇટ નોટ છોડી હતી, જેમાં ગોસ્વામી પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

આ પણ વાંચો:- મહારાષ્ટ્ર સરકારે 'ઓપરેશન અર્નબ' માટે બનાવી હતી 40 સભ્યોની ટીમ?

આ સ્યુસાઇટ નોટમાં અર્નબ પર ડિઝાઇનર અન્વય નાઈકના બાકી ચૂકવણી ન કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિત પરિવારે સીધી રીતે કહ્યું કે, અર્નબ ગોસ્વામીના કારણે જ અન્વય નાઇકે આત્મહત્યા કરી હતી. પોલીસે આરોપીઓની સામે પુરાવાના અભાવનો અહેવાલ આપી આ કેસને 2019માં બંધ કર્યો હતો. મે 2020માં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ગુના તપાસ વિભાગને ફરી તપાસ કરવાના આદેશ આપ્યા. 'The Caravan'ને આપેલા ઇન્ટરવ્યુમાં અન્વયની પુત્રી અદાન્યા નાઇક આ કેસ સાથે જોડાયેલા ઘણા પાસાઓ જાહેર કર્યા છે.

આ પણ વાંચો:- J&K: ડ્રોનથી શૂટ કરવામાં આવી આતંકીની શરણાગતિ, જુઓ Live Video

અદન્યાએ જણાવ્યું કે, તેના પિતા રીપબ્લિક ટીવીની સાથે કયા કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હતા. કેસની તરફેણ કરતી વખતે તેના પરિવારને કેવી રીતે ધમકી આપવામાં આવી હતી.

કુલ 6.4 કરોડનો હતો પ્રોજેક્ટ
અદન્યા નાઇકે જણાવ્યું કે, તેના પિતાને 2016માં રીપબ્લિક ટીવી નેટવર્ક તરફથી વર્ક ઓર્ડર મળ્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 6.4 કરોડ રૂપિયા હતો. પ્રોજેક્ટ પૂરો કરી સોંપવામાં આવ્યો હતો. બધુ જ બરોબર હતું તેમ છતાં લાસ્ટમાં મારા પિતાને પ્રોજેક્ટમાં કેટલાક ફેરફાર કરવા મજબૂર કર્યા હતા. સમય ઓછો હોવા છતાં ગોસ્વામી, તેમની પત્ની અને પરિવારના લોકો અનુસાર પરિવર્તન કરવામાં આવ્યા અને તેને સમય પહેલા પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:- China પર નજર, Indiaની ત્રણેય સેનાઓએ Andaman and Nicobarમાં કર્યો સંયુક્ત યુદ્ધાભ્યાસ

ઘણા ડરેલા હતા નાઇક
અદન્યા નાઇક કહે છે કે, આટલા દબાણમાં કામ કરવા છતા તેના પિતાથી કહેવામાં આવ્યું કે, તમને રૂપિયા મળશે નહીં. રૂપિયા આપવાની અર્નબે પ્રોજેક્ટની વચ્ચે જ ના પાડી હતી. હું અર્નબ છું! હું તમને દેખાડીશ કે હું શું કરી શકુ છું. ભલે તમે મહારાષ્ટ્રિયન છો, મારું કઇપણ કરી શકશો નહીં. તે દરમિયાન ઘર પર ચર્ચા થઇ કે પોલીસમાં ફરિયાદ નોંધાવી જોઇએ, પરંતુ મારા પિતા ખુબ જ ભયભીત હતા. અર્નબે મારા પિતાને મારું કરિયર ખરાબ કરવાની પણ ધમકી આપી હતી. તે દરમિયાન હું મારી ઇન્ટર્નશિપ કરી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More