Home> India
Advertisement
Prev
Next

Aditya-L1 Mission: ઈસરોએ આપી ખુશખબર, ધરતીથી 9.2 લાખ કિમી દૂર પહોંચ્યું આદિત્ય-એલ1

આદિત્ય-એલ1 મિશનને લઈને ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ મહત્વના અપડેટ આપ્યા છે. તેણે જણાવ્યું કે સ્પેસક્રાફ્ટ ટ્રેક પર છે. તેણે ધરતીથી 9.2 લાખ કિમીનું અંતર કાપી લીધુ છે. 

Aditya-L1 Mission: ઈસરોએ આપી ખુશખબર, ધરતીથી 9.2 લાખ કિમી દૂર પહોંચ્યું આદિત્ય-એલ1

નવી દિલ્હીઃ ISRO Solar Mission: ભારતના સૂર્યમિશનને લઈને ઈસરોએ શનિવાર (30 સપ્ટેમ્બર) એ મોટી જાણકારી આપી છે. ઈસરોએ એક્સ પર જણાવ્યું કે આદિત્ય-એલ1 મિશન હેઠળ મોકલવામાં આવેલું અંતરિક્ષ યાન પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રથી સફળતાપૂર્વક નિકળી 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપી ચુક્યું છે. 

ઈસરોએ આદિત્ય-એલ1 મિશનની જાણકારી આપતા કહ્યું કે હવે આ યાન સન-અર્થ લેંગ્વેજ પોઈન્ટ 1 (એલ1) ની તરફ પોતાનો રસ્તો શોધી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈસરોએ કહ્યું કે આ બીજીવાર છે, જ્યારે ઈસરો કોઈ અંતરિક્ષ યાનને પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રની બહાર મોકલી શક્યું. પ્રથમવાર આ મંગળ ઓર્બિટર મિશન દરમિયાન કરવામાં આવ્યું હતું. 

fallbacks

સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી આદિત્ય એલ-1ને 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. એલ1 એવો પોઈન્ટ છે, જ્યાંથી સૂર્ય પર 24 કલાક રિસર્ચ કરી શકાય છે. આ પોઈન્ટ પર ધરતી અને ગુરૂત્વાકર્ષણ વચ્ચે બેલેન્સ બની જવાથી સેન્ટ્રિફ્યૂગલ ફોર્સ પેદા થાય છે. તેના કારણે સ્પેસક્રાફ્ટ એક જગ્યાએ સ્થિર રહે છે. 

આદિત્ય એલ1ની સાથે આ મિત્રો
આદિત્ય એલ1 મિશન પૃથ્વી-સૂર્યના એલ1 પોઈન્ટની નજીક હેલો ઓર્બિટમાં ચક્કર લગાવશે. પૃથ્વીથી આ પોઈન્ટનું અંતર લગભગ 15 લાખ કિલોમીટર છે. ભારતના આ મિશનનો ઉદ્દેશ્ય સૂર્યના ફોટોસ્ફેયર, ક્રોમોસ્ફેયર અને કોરોના પર નજર રાખવાનો છે, જેથી તેની સાથે જોડાયેલી મહત્વની જાણકારીઓ પૃથ્વી પર મોકલી શકે.

લેંગ્વેજ પોઈન્ટ વન પર આદિત્ય એલ1 એકલું નહીં હોય, પરંતુ અહીં તેને કેટલાક મિત્રોનો સાથ મળવાનો છે. તેની સાથે ઈન્ટરનેશનલ સન-અર્થ એક્સપ્લોરર (ISEE-3),જેનેસિસ મિશન, યુરોપિયન સ્પેસ એજન્સીનું લીસા થાપફાઇન્ડર, ચાઇનાનું ચાંગ-5 લૂનર ઓર્બિટર અને નાસાનું ગ્રેવિટી રિકવરી એન્ડ ઇન્ટીરિયર રિકવરી (GRAIL) મિશન પણ હાજર રહેવાના છે. વર્તમાનમાં નાસાનું વિન્ડ મિશન સૂર્યનો અભ્યાસ કરી રહ્યું છે. તેના દ્વારા મોકલવામાં આવેલો ડેટા બધા સ્પેશ મિશન માટે ખુબ જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More