Home> India
Advertisement
Prev
Next

સની દેઓલની કારનો અકસ્માત, ચૂંટણી પ્રચાર માટે નીકળ્યો હતો કાફલો

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર અને અભિનેતા સની દેઓલ (Sunny deol) ની કારનો અકસ્માત સર્જાયો છે. લોકસભા ચૂંટણી પ્રચાર માટે નીકળેલા સની દેઓલના કાફલાની ગાડીઓ એકબીજા સાથે અથડાઇ છે.

સની દેઓલની કારનો અકસ્માત, ચૂંટણી પ્રચાર માટે નીકળ્યો હતો કાફલો

ગુરદાસપુર: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર અને અભિનેતા સની દેઓલ (Sunny deol) ની કારનો અકસ્માત સર્જાયો છે. લોકસભા ચૂંટણી પ્રચાર માટે નીકળેલા સની દેઓલના કાફલાની ગાડીઓ એકબીજા સાથે અથડાઇ છે. સની દેઓલના કાફલથી રોંગ સાઇડથી ક્રોસ કરી રહેલી સેન્ટ્રો કાર અથડાઇ છે. સનીની રેન્જ રોવર સહિત 4 કાર એકબીજા સાથે અથડાઇ છે. સારા સમાચાર એ છે કે આ ઘટનામાં કોઇ ઇજા પહોંચી નથી. આ ઘટના પઠાનકોટ-અમૃતસર હાઇવ પર સોહલ ગામ પાસે સર્જાઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, સેન્ટ્રો કાર સનીની કાર રેન્જ રોવરથી જઇને અથડાઇ છે.

વધુમાં વાંચો: નામદાર ભાષણની શરૂઆત ગાળોથી કરે છે, દેશ ગાળોથી ચાલશે કે રાષ્ટ્રભક્તિથી: PM મોદી

ધર્મેન્દ્રએ સન્ની દેઓલ માટે લોકો પાસે સમર્થન માગ્યું
આ પહેલા અભિનેતા ધર્મેન્દ્રએ શનિવારે ગુરદાસપુર લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર અને તેમના પુત્ર સની દેઓલ માચે લોકોથી સમર્થન માગ્યું અને કહ્યું કે, ચૂંટણીમાં તેમની જીત મતદાર વિસ્તારના લોકોની જીત હશે. ધર્મેન્દ્ર તેમના 59 વર્ષીય પુત્ર માટે પ્રચાર કરવા શુક્રવારે ત્યાં પહોંચ્યા હતા. તેમણે પત્રકારોથી કહ્યું હતું કે, તેઓ અહીં લોકોના દુ:ખ દર્દને સમજવા માટે આવ્યા છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More