Home> India
Advertisement
Prev
Next

ટાઇમ પર પહોંચવાના ચક્કરમાં 3 વાર એક્સિડેન્ટ, જમવાનું આપતાં રડી પડ્યો ડિલીવરી બોય

કોમેડિયન સાહિલ શાહે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે કેવી રીતે ફૂડ ડિલીવરી બોય તેમની સામે આવીને રડી પડ્યો કારણ કે ફૂડ ડિલીવરી કરતાં તેના લગભગ ત્રણ એક્સિડેન્ટ થઇ ગયા. પોતાની પોસ્ટમાં તેમણે ગ્રાહકોને ધૈર્ય અને સારો વ્યવહાર કરવાનો અનુરોધ કર્યો. તેમણે ઘણી બધી ટ્વીટ કરીને લોકોને અપીલ કરી કે ડિલીવરી પર્સન સાથે વાત કરતાં થોડો સૌમ્ય વ્યવહાર રાખો. 

ટાઇમ પર પહોંચવાના ચક્કરમાં 3 વાર એક્સિડેન્ટ, જમવાનું આપતાં રડી પડ્યો ડિલીવરી બોય

Viral News: જ્યારે તમે Zomato અને Swiggy જેવા ફૂડ એગ્રીગેટર્સથી પોતાનું ભોજન ઓર્ડર કરી શકે છે અને ડિલીવરી બોય તમારા દરવાજા પર સમયસર પહોંચતો નથી, તો પુરી સંભાવના છે કે સમયસર ન પહોંચતા તેને ધમકાવતા હશો, જોકે તમે ક્યારેય તેને મોડું આવવાનું કારણ પૂછ્યું? શું તે કોઇ દુર્ઘટનાના કારણે તો મોડા પહોંચ્યા હતો? ઇમરજન્સી હતી? દરેક જણ ગુસ્સો કરતાં પહેલાં એવું વિચારતું નથી. જો તેના વિશે વિચાર કરતા નથી તો હવેથી તમારે આમ કરવું જોઇએ. કારણ કે એવી ઘટના સર્જાઇ કે જેના વિશે જાણીને તમે સ્તબ્ધ રહી જશો. 

ભોજન પહોંચાડવાના ચક્કરમાં થઇ આવી સ્થિતિ
કોમેડિયન સાહિલ શાહે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે કેવી રીતે ફૂડ ડિલીવરી બોય તેમની સામે આવીને રડી પડ્યો કારણ કે ફૂડ ડિલીવરી કરતાં તેના લગભગ ત્રણ એક્સિડેન્ટ થઇ ગયા. પોતાની પોસ્ટમાં તેમણે ગ્રાહકોને ધૈર્ય અને સારો વ્યવહાર કરવાનો અનુરોધ કર્યો. તેમણે ઘણી બધી ટ્વીટ કરીને લોકોને અપીલ કરી કે ડિલીવરી પર્સન સાથે વાત કરતાં થોડો સૌમ્ય વ્યવહાર રાખો. 

Vi એ લોન્ચ કર્યા બે નવા Plans, Validity અને ફાયદા જોઇ Jio-Airtel યૂઝર્સને થઇ ઇર્ષા

ડિલીવરી બોયે જણાવ્યું આપવિતી
સાહિલ શાહે લખ્યું 'આજ મારી પાસે એક ફૂડ ડિલિવરી બોય આવીને રડવા લાગ્યો હતો, કારણ કે મારું ફૂડ પહોંચાડવાના ચક્કરમાં તેની સાથે લગભગ 3 દુર્ઘટનાઓ સર્જાઇ. મેં તેને પાણી આપ્યું અને એક સારી ટીપ આપી અને પછી તેની પાસે માફી પણ માંગી કારણ કે મારા 500 રૂપિયાના ભોજન તેના જીવનથી ચઢિયાતું નથી. કૃપિયા ડિલીવરી કરવા આવેલા લોકો સાથે સારો વ્યવહાર કરો. તે પોતાનો સર્વશ્રેષ્ઠ કામ કરી રહી છે. 

ટ્વીટ કરીને કોમેડિયન સાહિત શાહે કહી આ વાત
તેમણે આગળ લખ્યું 'જો તમને ભૂખ લાગી છે અને ફૂડ ડિલીવરી બોયથી મોડું થઇ જાય. હું આ ગુસ્સાને સમજી શકુ છું, પરંતુ તે તમારા સુધી પહોંચાડવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. તમે ગમે તેટલા ભૂખ્યા હોવ, તે કોઈના જીવની કિંમતે ન હોવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More