Home> India
Advertisement
Prev
Next

જેએનયુમાં ફરી બબાલ, રામનવમી પર નોનવેજના મુદ્દે લેફ્ટ અને એબીવીપી આમને-સામને

રવિવારે જેએનયુમાં માંસને લઈને લેફ્ટ વિંગના છાત્ર સંગઠન અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. 

જેએનયુમાં ફરી બબાલ, રામનવમી પર નોનવેજના મુદ્દે લેફ્ટ અને એબીવીપી આમને-સામને

નવી દિલ્હીઃ હંમેશા વિવાદોમાં રહેનાર જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી એટલે કે જેએનયુ ફરી ચર્ચામાં છે. રવિવારે યુનિવર્સિટીમાં નોનવેજને લઈને લેફ્ટ વિંગના વિદ્યાર્થી સંગઠન અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છાત્રા વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે એબીવીપીના વિદ્યાર્થીઓએ નોનવેજ ખાવાને લઈને કાવેરી હોસ્પિટલના મેસ સચિવ સાથે મારપીટ કરી છે. 

જેએનયુમાં ફરી વિવાદ
તો એબીવીપીના વિદ્યાર્થીઓનો આરોપ છે કે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓ કાવેરી હોસ્ટેલમાં રામનવમીની પૂજા કરવાથી લોકોને રોકી રહ્યા હતા. મહત્વનું છે કે મામલાને લઈને જેએનયુ કેમ્પસમાં ફરી બબાલ વધી રહી છે. 

લેફ્ટે લગાવ્યો આરોપ
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી સ્ટૂડન્ટ યુનિયન તરફથી કહેવામાં આવ્યું કે એબીવીપીના ગુંડોએ પોતાની નફરતની રાજનીતિ અને વિભાજનકારી એજન્ડાને લઈને કાવેરી હોસ્ટેલમાં હિંસક માહોલ બનાવી દીધો છે. તે મેસ કમિટીને રાત્રે ભોજનનું મેનૂ બદલવા માટે મજબૂર કરી રહ્યા છે અને મેચ સાથે જોડાયેલા લોકોની સાથે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓ પર હુમલો કરી રહ્યાં છે. મેનૂમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના ફૂડ છે. વિદ્યાર્થીઓ પોતાની પસંદગી પ્રમાણે ગમે તે ભોજન કરી શકે છે. પરંતુ એબીવીપીના કાર્યકર્તાઓએ ગુંડાગર્ડી કરી હંગામો કર્યો. સાથે મેચના કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી. એબીવીપીના કાર્યકર્તાઓએ મેસના કર્મચારીઓ પર નોનવેજ ફૂડ ન બનાવવાનું દબાણ કર્યું હતું. 

આ પણ વાંચોઃ યુક્રેનમાં યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચે કાલે વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દે થશે ચર્ચા

ABVP એ કહી આ વાત
એબીવીપીના વિદ્યાર્થીઓનું કહેવું છે કે જેએનયુમાં કાવેરી હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થીઓએ રામનવમીના દિવસે કેમ્પસમાં હવન-પૂજાનું આયોજન કર્યુ હતું. હવે લેફ્ટ વિંગ અને એબીવીપી આમને-સામને છે. કેમ્પસમાં લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેને માંસ ખાવાથી રોકવામાં આવી રહ્યાં છે. મહત્વનું છે કે બંને જુથ વચ્ચે ઘર્ષણના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More