Home> India
Advertisement
Prev
Next

યોગને સંગીતમય નમન.... દેશના પ્રસિદ્ધ ગાયકોએ તૈયાર કરેલો વીડિયો PM મોદીએ કર્યો ટ્વીટ

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. યોગ વિશ્વને ભારતની ભેટ છે. બોલીવુડના સિંગરોએ યોગા દિવસ પર એક ખાસ વીડિયો બનાવ્યો છે. 

યોગને સંગીતમય નમન.... દેશના પ્રસિદ્ધ ગાયકોએ તૈયાર કરેલો વીડિયો PM મોદીએ કર્યો ટ્વીટ

નવી દિલ્હીઃ સોમવાર, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંગીતમયી વીડિયો ટ્વીટ કર્યો જે દેશના પ્રસિદ્ધ કલાકારોના યોગદાનથી તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું- 'ભારત નો ઉપહાર છે, યોગ રોગ પર પ્રહાર હૈ..' યોગને એક સંગીતમય નમન... પ્રસિદ્ધ કલાકારોનો અતુલનીય પ્રયાસ.

આ વીડિયોની શરૂઆત સૂર્ય નમસ્કારની સાથે થઈ છે. તેમાં સોનૂ નિગમ, હરિહરન, કુમાર શાનૂ, શાન સહિત પ્રસિદ્ધ હસ્તિઓ છે. તેમાં વિદેશોમાં કરવામાં આવી રહેલા યોગ, સેનાની સાથે મહામારીનો સામનો કરી રહેલા કોરોના દર્દીઓના યોગાના આસન સહિત વિભિન્ન આસન જોઈ શકાય છે. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આજે પ્રધાનમંત્રીએ સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, દુનિયા આજે કોવિડ-19 મહામારીનો સામનો કરી રહી છે અને આ બધા માટે યોગ આશાનું કિરણ છે. પ્રધાનમંત્રીએ તે પણ કહ્યું કે, મહામારીને કારણે દુનિયામાં કોઈ જાહેર સમારોહ ન થયો પરંતુ યોગ દિવસ પ્રત્યે તે ઉત્સાહ યથાવત છે. આ મુશ્કેલ સમયમાં લોકો તેને ભૂલી શકે છે પરંતુ તેમ થયું નથી. તેનાથી વિપરીત લોકોમાં યોગને લઈને ઉત્સાહ વધ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More