Home> India
Advertisement
Prev
Next

'સરકારી કર્મચારીના મોત બાદ દત્તક લેવાયેલું બાળક કૌટુંબિક પેન્શનનો હકદાર નથી'

સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાના ચુકાદામાં કહ્યું કે સરકારી કર્મચારી પતિના મોત બાદ એક વિધવા દ્વારા દત્તક લેવાયેલું બાળક કૌટુંબિક પેન્શન માટે હકદાર નહીં હોય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિન્દુ દત્તક ગ્રહણ અને ભરણપોષણ અધિનિયમ 1956ની કલમ આઠ અને 12 એક હિન્દુ મહિલાને પોતાના અધિકારમાં એક પુત્ર કે પુત્રીને દત્તક લેવાની મંજૂરી આપે છે જે સગીર કે માનસિક રીતે અસ્વસ્થ ન હોય. કોર્ટે કહ્યું કે કાયદાની જોગવાઈ મુજબ એક હિન્દુ મહિલા પતિની સહમતિ વગર દત્તક લઈ શકે નહીં. 

'સરકારી કર્મચારીના મોત બાદ દત્તક લેવાયેલું બાળક કૌટુંબિક પેન્શનનો હકદાર નથી'

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાના ચુકાદામાં કહ્યું કે સરકારી કર્મચારી પતિના મોત બાદ એક વિધવા દ્વારા દત્તક લેવાયેલું બાળક કૌટુંબિક પેન્શન માટે હકદાર નહીં હોય. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિન્દુ દત્તક ગ્રહણ અને ભરણપોષણ અધિનિયમ 1956ની કલમ આઠ અને 12 એક હિન્દુ મહિલાને પોતાના અધિકારમાં એક પુત્ર કે પુત્રીને દત્તક લેવાની મંજૂરી આપે છે જે સગીર કે માનસિક રીતે અસ્વસ્થ ન હોય. કોર્ટે કહ્યું કે કાયદાની જોગવાઈ મુજબ એક હિન્દુ મહિલા પતિની સહમતિ વગર દત્તક લઈ શકે નહીં. 

જો કે આ પ્રકારની કોઈ પૂર્વ શરત હિન્દુ વિધવા, ડિવોર્સી હિન્દુ વિધવા કે તે હિન્દુ મહિલા વિશે લાગૂ નથી પડતે જેના પતિએ લગ્ન બાદ, અંતિમ રૂપથી દુનિયાને ત્યાગી હોય કે જેને સક્ષમ કોર્ટે માનસિક રીતે અસ્વસ્થ જાહેર કર્યો હોય. જસ્ટિસ કે એમ જોસેફ અને જસ્ટિસ બી વી નાગરત્નની બેન્ચે 30 નવેમ્બર 2015ના બોમ્બે હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો. 

Viral Video: ભેંસને બચાવવા વાંદરાઓએ સિંહણ સાથે બાથ ભીડી, પછી જે થયું જોઈને ડરી જશો

પઠાણ ફિલ્મ વિવાદ વચ્ચે PM મોદીએ ભાજપના નેતાઓને ફિલ્મો મુદ્દે શું કહ્યું તે ખાસ જાણો 

‘હર-હર શંભુ’ ગીત પર મહિલા ટીચરના ડાન્સનો વીડિયો વાયરલ, પાકિસ્તાનમાં પણ છે ચર્ચામાં

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે કેન્દ્રી સિવિલ સેવા (પેન્શન) નિયમ 54 (14) (બી) અને 1972ના (સીસીએસ પેન્શન) નિયમ મુજબ દત્તક લેવાયેલું બાળક કૌટુંબિક પેન્શનનો હકદાર નહીં હોય. બેન્ચે કહ્યું કે જરૂરી છે કે કૌટુંબિક પેન્શનના લાભનો દાયરો સરકારી કર્મી દ્વારા પોતાના જીવનકાળમાં ફક્ત કાયદેસર રીતે દત્તક લેવાયેલા પુત્રો અને પુત્રીઓ પુરતું સિમિત હોય. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More