Home> India
Advertisement
Prev
Next

મોદી સરકારના 9 વર્ષ: આ 11 યોજનાઓ દેશ માટે રહી બેમિસાલ, શું તમે તેનો લાભ લીધો - જુઓ લિસ્ટ

26 મેએ પીએમ મોદીના કાર્યકાળની 9મી વર્ષગાંઠ છે. નવ વર્ષના કાર્યકાળમાં પીએમ મોદીએ દેશમાં તમામ યોજનાઓ શરૂ કરી. અહીં જાણો 11 મહત્વની યોજનાઓ વિશે. 

મોદી સરકારના 9 વર્ષ: આ 11 યોજનાઓ દેશ માટે રહી બેમિસાલ, શું તમે તેનો લાભ લીધો - જુઓ લિસ્ટ

નવી દિલ્હીઃ 26 મે એટલે કે આજે પીએમ મોદીના કાર્યકાળની 9મી વર્ષગાંઠ છે. 26 મે 2014ના નરેન્દ્ર મોદીએ દેશના પ્રધાનમંત્રી તરીકે પ્રથમવાર શપથ લીધા હતા. ત્યારબાદ 2019માં ફરી મોદી સરકાર પ્રચંડ બહુમત સાથે સત્તામાં આવી અને 30 મે 2019ના પીએમ મોદીએ પ્રધાનમંત્રી તરીકે પોતાના બીજા કાર્યકાળના શપથ ગ્રહણ કર્યા હતા. આ સિવાય 28 મે 2023ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા નવા સંસદ ભવનને દેશને સમર્પિત કરવાના છે. 

જો આ રીતે જોવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદી સરકાર માટે મે મહિનો ખૂબ જ ખાસ છે. પોતાના નવ વર્ષના કાર્યકાળમાં પીએમ મોદીએ દેશમાં ઘણી યોજનાઓ શરૂ કરી. ચાલો અમે તમને અહીં તે 11 યોજનાઓ જણાવીએ, જે લોકો માટે ખૂબ જ ઉપયોગી હતી. જો તમે અત્યાર સુધી તેનો લાભ લીધો નથી, તો હવે યાદી જુઓ અને જાણો ફાયદા.

Jan Dhan Yojana
આ યોજના હેઠળ ભારતીય નાગરિકો ઝીરો રૂપિયાથી ખાતું ખોલાવી શકે છે. ચેકબુક, પાસબુક, અકસ્માત વીમો ઉપરાંત સામાન્ય માણસને ખાતા પર ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે. ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ, જનધન ખાતા ધારક ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તેના ખાતામાંથી 10,000 રૂપિયા સુધી ઉપાડી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને બેંકિંગ સિસ્ટમમાં જોડવાનો છે.

PM Kisan Samman Nidhi Yojana
દેશના ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના નાના ખેડૂતોને વર્ષમાં 6,000 રૂપિયાની સહાય આપે છે. આ માટે ખેડૂતોને બે હજારના હપ્તામાં નાણાં મળે છે. આમાં, જમીન, આવકના સ્ત્રોત અને કેટલાક અન્ય પરિમાણોને ધ્યાનમાં લઈને યોગ્યતા નક્કી કરવામાં આવે છે.

PM Garib Kalyan Yojana
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને મોદી સરકારે માર્ચ 2020માં શરૂ કરી હતી. મહામારીને કારણે લોકડાઉન દરમિયાન આ સ્કીમને શરૂ કરી 80 કરોડ લોકોને ફ્રી રાશન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. સરકાર આ યોજનાને અનેકવાર લંબાવી ચુકી છે. હાલ આ યોજનાનો લાભ ડિસેમ્બર 2023 સુધી લઈ શકાય છે. 

Ujjwala Yojana
પીએમ મોદીએ દેશની મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે મે 2016માં ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ એક વર્ષમાં 12 ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવે છે. દરેક સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીનો લાભ મળે છે. સબસિડી લાયક લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. એકંદરે, એક વર્ષમાં 2400 રૂપિયા સુધીની સબસિડીનો લાભ લઈ શકાય છે. 1લી માર્ચ 2023ના રોજ PMUYમાં 9.59 કરોડ લાભાર્થીઓ છે

Ayushman Bharat Yojana
આયુષ્માન ભારત યોજના દેશમાં રહેતા તમામ નાગરિકોના સ્વાસ્થ્યની કાળજી લેવાના હેતુથી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનામાં 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા ઉપલબ્ધ છે. દવાઓ, તબીબી ખર્ચ વગેરેનો ખર્ચ સરકાર ચૂકવે છે. આયુષ્માન કાર્ડ આ યોજનાના પાત્ર લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ પછી કાર્ડધારક પોતાની પસંદગીની હોસ્પિટલોમાં મફતમાં સારવાર કરાવી શકશે.

PM Jeevan jyoti Bima Yojana (PMJJBY)
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. આ યોજના વીમાધારકના મૃત્યુના કિસ્સામાં તેના પરિવારને 2 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે. તમે વાર્ષિક માત્ર 436 રૂપિયા ચૂકવીને આ સ્કીમનો લાભ લઈ શકો છો. આ પોલિસી ખરીદવા માટે, તમારી ન્યૂનતમ ઉંમર 18 વર્ષ છે, જ્યારે મહત્તમ ઉંમર 55 વર્ષ નક્કી કરવામાં આવી છે.

PM Suraksha Bima Yojana (PMSBY)
ભારતની મોટી વસ્તીને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે 1 જૂન, 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું. આ પ્લાનમાં તમને 2 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ મળે છે. જો તમારી ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે છે, તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો જે એક વર્ષમાં માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ સુધીનું કવરેજ આપે છે.

Atal Pension Yojana (APY)
અટલ પેન્શન યોજના ભારત સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી પેન્શન સ્કીમ છે. આ સ્કીમમાં 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે. આ સ્કીમ દ્વારા 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે. પેન્શનની રકમ તમારા રોકાણ પર નિર્ભર કરે છે. આ સિવાય માત્ર તે લોકો આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે, જે ટેક્સપેયર નથી. 

PM Awaas Yojana
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદોને ઘર બનાવવા માટે લોન પર સબસિડી આપવામાં આવે છે. આ માટે લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, 3 લાખથી ઓછી આવક ધરાવનાર કોઈપણ વ્યક્તિ, જેની પાસે કોઈ ઘર નથી, તે તેનો લાભ લઈ શકે છે. આ યોજનામાં સરકાર દ્વારા 2.50 લાખની સહાય આપવામાં આવે છે.

Central Vista (Parliament)
પ્રધાનમંત્રીએ દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટમાં બહુવિધ બાંધકામ અને પુનઃવિકાસના કાર્યોનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ નવી સંસદનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

Make In India
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર, 2014ના રોજ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેનો ઉદ્દેશ્ય દેશમાં ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અને રોજગારીની તકો ઊભી કરવાનો છે. મેક ઇન ઇન્ડિયા એક પ્રકારનું સ્વદેશી અભિયાન છે, જેમાં અર્થતંત્રના તમામ ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More