Home> India
Advertisement
Prev
Next

7th Pay Commission: ખુશખબરી! દિવાળી પહેલાં સેલરી સાથે મળશે એરિયસના પૈસા, નાણા વિભાગે આપ્યો આદેશ

7th Pay Commission Latest News: સરકારે 6 હપ્તામાં એરિયરના પેમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે દિવાળી પહેલાં સરકાર સાતા પગાર પંચના એરિયરનો 5મો હપ્તો જાહેર કર્યો છે. કર્મચારીઓના ખાતામાં દિવાળીના પગારની સાથે એરિયરના પૈસા પણ આવી શકે છે. 

7th Pay Commission: ખુશખબરી! દિવાળી પહેલાં સેલરી સાથે મળશે એરિયસના પૈસા, નાણા વિભાગે આપ્યો આદેશ
Updated: Oct 12, 2022, 08:08 PM IST

7th Pay Commission: કેન્દ્ર સરકાર (Central Governmnet) ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓ માટી ભેટ છે. આ વખતે દિવાળી પહેલાં સરકાર સાતમા પગાર પંચના એરિયરનો 5મો હપ્તો જાહેર કરી દીધો છે. તમને જણાવી દઇએ કે આ 5મો હપ્તો જાહેર કરી દીધો છે. તમને જણાવી દઇએ કે 5મો હપ્તાના રૂપમાં જાન્યુઆરી 2017 સુધીની સેલરીનું પેમેન્ટ કરવામાં આવશે. 

6 હપ્તામાં કરવામાં આવશે એરિયસનું પેમેન્ટ

તમને જણાવી દઇએ કે આ મોટો નિર્ણય છત્તીસગઢ સરકારે લીધો છે. રાજ્ય સરકારે 6 હપ્તામાં એરિયરનું પેમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં છત્તીસગઢ સરકારે ચોથા હપ્તાની ચૂકવણી કરવાનો આદેશ ડિસેમ્બર 2021 માં કર્યો હતો. 

નાણા વિભાગે આપી જાણકારી
નાણા વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળીના પહેલાં એરિયરના પૈસા મળી જશે. આ પૈસા સીધા કર્મચારીઓના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે.

6 ટકા વધી શકે છે મોંઘવારી ભથ્થું
રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આ હપ્તાથી રાજ્યના લગભગ 3.80 લાખ કર્મચારીને મોટો ફાયદો મળશે. તમને જણાવી દઇએ કે રાજ્ય સરકાર જલદી જ કેબિનેટ બેઠકમાં 6 ટકા મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લઇ શકે છે. તમને જણાવી દઇએ કે કેબિનેટ બેઠક ભૂપેશ બઘેલની અધ્યક્ષતામાં કરવામાં આવશે. 

17 ઓક્ટોબર થઇ શકે છે બેઠક
તમને જણાવી દઇએ કે 17 ઓક્ટોબરના રોજ કેબિનેટની બેઠક યોજાવવાની સંભાવના છે. મોંઘવારી ભથ્થા ઉપરાંત આ બેઠકમાં એચઆરએ પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે. અત્યાર સુધી કોઇપણ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલાં તેને લઇને નિર્ણય લઇ શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે