Home> India
Advertisement
Prev
Next

7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા ઝટકો સમાન છે આ ખબર, હવે નહીં થાય તમને આ ફાયદો!

7th Pay Commission : સરકારી અને સંગઠીત ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ માટે મોટા ઝટકા સમાન સમાચાર આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેચ્યુઈટીમાં વધારા અંગે એક મોટો નિર્ણય લઈ લીધો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....

7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા ઝટકો સમાન છે આ ખબર, હવે નહીં થાય તમને આ ફાયદો!
Viral Raval |Updated: May 22, 2024, 05:35 PM IST

EPFO News : સરકારી અને સંગઠીત ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ માટે મોટા ઝટકા સમાન સમાચાર આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેચ્યુઈટીમાં વધારા પર તત્કાળ અસરથી રોક લગાવી છે. અત્રે જણાવવાનું કે EPFO એ ગત મહિને બહાર પાડેલા એક આદેશમાં કહ્યું હતું કે રિટાયરમેન્ટ ગ્રેચ્યુઈટી અને ડેથ ગ્રેચ્યુઈટીની મહત્તમ મર્યાદા 25 ટકા વધારી છે. જે 20 લાખથી 25 લાખ રૂપિયા સુધીની થઈ ગઈ છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થવાના કારણે આ નિર્ણય લેવાયો હતો. 

7મી મેના રોજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ મોંઘવારી ભથ્થા (DA) માં વધારાના કારણે ગ્રેચ્યુઈટીમાં વધારાને તત્કાળ પ્રભાવથી રોકવાની જાહેરાત કરી હતી. આદેશમાં આ નિર્ણય અંગે જોકે કોઈ કારણ જણાવવામાં આવ્યું ન હતું. જેનાથી સરકારી કર્મચારીઓને ઝટકો લાગી શકે છે. 

મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની જાહેરાત
વાત જાણે એમ છે કે કેન્દ્ર સરકારે માર્ચ 2024માં મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં 4 ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ વધારા બાદ કર્મચારીઓનું ભથ્થું બેઝિક સેલેરીના 50 ટકા થયું હતું. ભથ્થું 50 ટકા થવાની સાથે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓના અલગ અલગ પ્રકારના અનેક ભથ્થામાં પણ વધારો થયો હતો. અત્રે જણાવવાનું કે જ્યારે પણ મોંઘવારી ભથ્થામાં વધારો થાય તો તેની સાથે ભાડા ભથ્થા (HRA)માં પણ વધારો થાય છે. જો કે HRA શહેરોની કેટેગરી પ્રમાણે વધે છે.

ગ્રેચ્યુઈટી મર્યાદા પણ વધારી દેવાઈ

સરકારે X,Y, Z શહેરોની કેટેગરીમાં આવતા કર્મચારીઓના HRA માં પણ વધારો કર્યો છે. 50 ટકા સુધી ડીએ વધારવામાં આવ્યા બાદ ગ્રેચ્યુઈટી મર્યાદા પણ 20 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી હતી. મોંઘવારી ભથ્થું વધવાથી બાળકોના શિક્ષણ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની મર્યાદામાં પણ 25 ટકાનો વધારો કરાયો હતો. 

ગ્રેચ્યુઈટી શું છે
ગ્રેચ્યુઈટી એક એવી યોજના છે જે હેઠળ કંપની પોતાના કર્મચારીઓને અમુક રકમ આપે છે. આ માટે જરૂરી છે કે કર્મચારીઓએ કંપનીમાં ઓછામાં ઓચા 5 વર્ષ કે તેથી વધુ સેવા આપી હોય. ગ્રેચ્યુઈટી ચૂકવણી અધિનિયમ 1972 મુજબ આ ગ્રેચ્યુઈટી કર્મચારીઓને ત્યારે મળે જ્યારે તેમણે રાજીનામું આપ્યું હોય કે પછી રિટાયર થયા હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે