Home> India
Advertisement
Prev
Next

બ્રિટનથી આવતા લોકો પર લાગૂ થયા કડક નિયમ, 10 દિવસ ક્વોરેન્ટીનમાં મોકલાયા 700 યાત્રી

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સોમવારે બપોર સુધી યૂકેથી ત્રણ ફ્લાઇટ્સ એરપોર્ટ પહોંચી છે. તેમાંથી 700 પ્રવાસીઓ ઉતર્યા છે. તેમાં ભારતીયો સિવાય મોટી સંખ્યામાં બ્રિટિશ નાગરિક પણ સામેલ છે.
 

બ્રિટનથી આવતા લોકો પર લાગૂ થયા કડક નિયમ, 10 દિવસ ક્વોરેન્ટીનમાં મોકલાયા 700 યાત્રી

નવી દિલ્હીઃ બ્રિટનથી ભારત આવતા લોકો પર નવા નિયમોનો અમલ શરૂ થઈ ગયો છે. સોમવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરનારા 700 લોકોને 10 દિવસના ફરજીયાત ક્વોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે. આ પહેલા બધા લોકોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર તરફથી થોડા દિવસ પહેલા નવા નિયમની જાહેરાત કરવામાં આવી હતી. આ હેઠળ બ્રિટનથી આવતા યાત્રીકોએ 10 દિવસ ક્વોરેન્ટીન રહેવું પડશે. નવા નિયમોને રવિવારે રાત્રે 12 કલાકથી લાગૂ કરી દેવામાં આવ્યા છે. 

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સોમવારે બપોર સુધી યૂકેથી ત્રણ ફ્લાઇટ્સ એરપોર્ટ પહોંચી છે. તેમાંથી 700 પ્રવાસીઓ ઉતર્યા છે. તેમાં ભારતીયો સિવાય મોટી સંખ્યામાં બ્રિટિશ નાગરિક પણ સામેલ છે. નવા નિયમો પ્રમાણે બ્રિટનથી આવનાર યાત્રીકો માટે ભારત આવવા આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ જરૂરી હશે. આ સિવાય એરપોર્ટ પર પણ ટેસ્ટ થશે. એટલું જ નહીં 10 દિવસનો ક્વોરેન્ટીન પીરિયડ પૂરો થયા બાદ પણ ટેસ્ટ થશે. અધિકારીએ કહ્યુ કે, આ પ્રક્રિયા માટે દિલ્હી સરકારની એક ટીમને એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી છે. આ ટીમ યાત્રીકો પાસે તેના સરનામા સહિત જાણકારી મેળવે છે કે તે દિલ્હીમાં કઈ જગ્યાએ જઈ રહ્યાં છે.

આ પણ વાંચોઃ કિસાન આંદોલન પર SC નો સવાલ- અમે કૃષિ કાયદા પર પ્રતિબંધ લગાવી દીધો, છતાં રસ્તા પર પ્રદર્શન કેમ?  

આ સિવાય એક ટીમ એટલે તૈનાત કરવામાં આવશે જેથી તે નક્કી કરી શકાય કે ક્વોરેન્ટીનના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં. હકીકતમાં બ્રિટિશ સરકારે ભારતમાં જારી કોરોના વેક્સિન સર્ટિફિકેટને અત્યાર સુધી માન્યતા આપી નથી. તેના કારણે ભારતમાં રસી લગાવ્યા બાદ પણ બ્રિટનમાં અનવેક્ટિનેટેડ માનવામાં આવે છે. આ સિવાય ભારતના લોકોએ ત્યાં ક્વોરેન્ટીન સહિતના નિયમોનું પાલન કરવું પડી રહ્યું છે. ભારતે તેમાં છૂટની માંગ કરી હતી, પરંતુ બ્રિટન તરફથી આ ન કરાતા ભારત સરકારે વળતો જવાબ આપતા તેવા નિયમો લાગૂ કર્યાં છે. 

UK અને કેનેડાના લોકો માટે ઈ-વીઝાની સુવિધા ખતમ 
તેનાથી બ્રિટનથી આવતા લોકોએ રસી લગાવ્યા છતાં ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. મહત્વનું છે કે ભારત તરફથી બ્રિટન અને કેનેડા માટે ઈ-વીઝાની સુવિધા ખતમ કરી દેવામાં આવી છે. હવે બ્રિટનથી આવનાર યાત્રીકોએ રેગ્યુલર સ્ટેમ્પ વીઝા લઈને આવવું પડશે. ભારતથી જતા લોકો પર તમામ પ્રતિબંધો લાગૂ કર્યા બાદ ભારતે તે બંને દેશોથી આવતા લોકો માટે વીઝાને લઈને આ નિર્ણય લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More