Home> India
Advertisement
Prev
Next

અમેરિકાનો દાવો, ચીને ભારતની સરહદ પર મોકલ્યા 60,000 સૈનિક


ચીન પોતાની હરકતો છોડી રહ્યું નથી. એકવાર ફરી ડ્રેગને મોટી સંખ્યામાં પોતાના સૈનિકોની ટુકડીને એલએસી પર મોકલી આપી છે. આ વાતની જાણકારી અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો (US Secretary of State Mike Pompeo)એ આપી છે. 

અમેરિકાનો દાવો, ચીને ભારતની સરહદ પર મોકલ્યા 60,000 સૈનિક

નવી દિલ્હીઃ લદ્દાખમાં  LAC પર ભારત અને ચીનના વિવાદને દૂર કરવા માટે ઘણીવાર કમાન્ડર્સ રેન્કની બેઠક થઈ ચુકી છે. સાથે બંન્ને દેશોના વિદેશ મંત્રી પણ ઘણી વખત વાત ચકી ચુક્યા છે. પરંતુ આ મુદ્દાનો ઉકેલ આવવાની જગ્યાએ વધારે બગડી રહ્યો છે. ચીન પોતાની હરકતો છોડી રહ્યું નથી. એકવાર ફરી ડ્રેગને મોટી સંખ્યામાં પોતાના સૈનિકોની ટુકડીને એલએસી પર મોકલી આપી છે. આ વાતની જાણકારી અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો (US Secretary of State Mike Pompeo)એ આપી છે. 

સરહદ પર તણાવ વચ્ચે ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control) પર 60,000થી વધુ સૈનિકોને તૈનાત કર્યાં છે. માઇક પોમ્પિયોએ બેઇજિંગના ખરાબ વર્તન અને ક્વાડ સમૂહના દેશોની સામે ખતરો ઉભો કરવા માટે ચીનને આડા હાથે લીધું અને કહ્યું, તેણે ભારતની સરહદ પર 60,000 સૈનિક તૈનાત કર્યાં છે. 

ક્વાડ સમૂહોમાં આવે છે આ 4 દેશ
મહત્વનું છે કે ક્વાડ સમૂહના દેશોમાં અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ પાછલા મંગળવારે ટોક્યોમાં મુલાકાત કરી હતી. જાણકારી માટે જણાવી દઈએ કે કોવિડ-19 શરૂ થયા બાદ આ પ્રથમ આમને-સામને વાર્તા છે. ચારેય દેશોની આ બેઠક હિન્દ-પ્રશાંત, દક્ષિણી ચીન સાહર અને પૂર્વી લદ્દાખમાં એલએસી પર ચીનના આક્રમક સૈન્ય વલણ વચ્ચે જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાઇ હતી. ટોક્યો બેઠકમાં ભાગ લઈ પરત ફરેલા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ શુક્રવાર (9 ઓક્ટોબર)એ એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ- 'ભારત પોતાની ઉત્તરની સરહદ પર 60,000 ચીની સૈનિકોની હાજરી જોઈ રહ્યું છે.'

પૂજારી હત્યાકાંડઃ રાજસ્થાન સરકારે સ્વીકારી માગ, 10 લાખની સહાયની જાહેરાત, પરિવારજનોના ધરણા પૂરા  

અમેરિકાના મંત્રીએ ક્વાડ દેશો માટે ચિંતા વ્યક્ત કરી
અમેરિકી મંત્રીએ કહ્યું, હું ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના પોતાના સમકક્ષ વિદેશ મંત્રીઓ સાથે હતો. આ એક ફોર્મેટ છે, જેને અમે ક્વાડ કરીએ છીએ, ચાર મોટા લોકતંત્ર, ચાર શક્તિશાળી અર્થવ્યવસ્થા, ચાર દેશ, જેમાં બધાની એક ચિંતા ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી ઉભું કરાયેલ જોખમ સાથે જોડાયેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો દેશના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More