Home> India
Advertisement
Prev
Next

દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાની ઝુંબેશ, વંદે ભારત મિશનમાં આ દેશ થશે સામેલ

કોરોના વાયરસ (Coronavirus) મહામારી અને લોકડાઉન દરમિયાન બીજા દેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે કેન્દ્ર સરકારે એર ઇન્ડિયા (Air India) સાથે મળીને વંદે ભારત મિશનની શરૂઆત કરી હતી. 

દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાની ઝુંબેશ, વંદે ભારત મિશનમાં આ દેશ થશે સામેલ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારી અને લોકડાઉન દરમિયાન બીજા દેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે કેન્દ્ર સરકારે એર ઇન્ડિયા (Air India) સાથે મળીને વંદે ભારત મિશનની શરૂઆત કરી હતી. રવિવારના કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું કે, મિશન અંતર્ગત 6 મે 2020થી અત્યાર સુધીમાં જુદા જુદા દેશમાં ફસાયેલા લગભગ 8 લાખ 14 હજારથી વધુ ભારતીયને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14 લાખને પાર, 9 લાખી વધારે દર્દીઓ થયા સાજા

પુરીએ ટ્વિટ કર્યું છે કે 2 લાખ 70 હજારથી વધુ લોકોને 53 દેશોની ફ્લાઇટ્સ દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 1 ઓગસ્ટ, 2020થી વંદે ભારત મિશનનો પાંચમો તબક્કો હવે શરૂ થઈ રહ્યો છે. હાલમાં ચોથા તબક્કામાં પાછા આવેલા નાગરિકોની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે.

પુરીએ કહ્યું કે અભિયાનના પાંચમા તબક્કામાં અમે US, કેનેડા, કતાર, ઓમાન, UAE, સિંગાપોર, UK, ફ્રેન્કફર્ટ, પેરિસ, સાઉદી અરેબિયા, બહેરિન, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ જેવા દેશો સાથે વધુ નજીકથી કામ કરીશું. જેમ અમે પહેલા કર્યું હતું, આ તબક્કાની પ્રગતિ સાથે વધુ સ્થળો અને ફ્લાઇટ્સ ઉમેરવામાં આવશે.

ટિકિટ બુકિંગ અંગેની વિગતો ટૂંક સમયમાં એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને અન્ય એરલાઇન્સ દ્વારા શેર કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More