Home> India
Advertisement
Prev
Next

5G Launch: PM મોદીએ કર્યો Jio ગ્લાસનો અનુભવ, જાણો તમને કેવી રીતે થશે મદદગાર

What is Jio Glass: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં યોજાયેલા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5જી સર્વિસ (5G Service) ને લોન્ચ કર્યું. નવી દિલ્હીમાં થયેલા આ આયોજનમાં નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીને અનવીલ કરવામાં આવી છે. લોન્ચ ઈવેન્ટમાં પીએમ મોદીએ સૌથી પહેલા 5જી સેવા સંલગ્ન સર્વિસિસનો ઉપયોગ કર્યો. તેમણે સૌથી પહેલા જિયો પેવેલિયનમાં પ્રદર્શિત True 5G ઉપકરણોને જોયા અને જિયો ગ્લાસ પોતે પહેરીને તેનો અનુભવ પણ કર્યો. 

5G Launch: PM મોદીએ કર્યો Jio ગ્લાસનો અનુભવ, જાણો તમને કેવી રીતે થશે મદદગાર

What is Jio Glass: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં યોજાયેલા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5જી સર્વિસ (5G Service) ને લોન્ચ કર્યું. નવી દિલ્હીમાં થયેલા આ આયોજનમાં નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીને અનવીલ કરવામાં આવી છે. લોન્ચ ઈવેન્ટમાં પીએમ મોદીએ સૌથી પહેલા 5જી સેવા સંલગ્ન સર્વિસિસનો ઉપયોગ કર્યો. તેમણે સૌથી પહેલા જિયો પેવેલિયનમાં પ્રદર્શિત True 5G ઉપકરણોને જોયા અને જિયો ગ્લાસ પોતે પહેરીને તેનો અનુભવ પણ કર્યો. 

તેમણે યુવા જિયો એન્જિનિયર્સની એક ટીમ તરફથી એન્ડ ટુ એન્ડ 5જી ટેક્નોલોજી(End-To-End 5G Technology) ના સ્વદેશી વિકાસને પણ સમજ્યો. આ દરમિયાન પીએમ મોદીની સાથે દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ, દૂરસંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણી પણ હાજર રહ્યા હતા. આ સાથે જ તેમણે અનુભવ કર્યો કે કેવી રીતે 5જી સર્વિસ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રો વચ્ચે હેલ્થકેર સેવાને પહોંચવામાં મદદગાર સાબિત થશે. પરંતુ આખરે અહીં અમે તમને જિયો ગ્લાસ વિશે માહિતી આપીશું અને જાણો આખરે તે શું છે અને કઈ રીતે તમને મદદગાર થઈ શકે છે. 

Reliance Annual General meeting (AGM) માં પહેલીવાર જિયો ગ્લાસને રજૂ કરાયો હતો. જે કંપનીનો પહેલો સ્માર્ટ ગ્લાસ પણ છે. આ ગ્લાસ દ્વારા યૂઝર્સ વર્ચ્યુઅલ સ્પેસનો ઉપયોગ કરીને 3D avatars, હોલોગ્રાફિક કન્ટેન્ટ અને સાધારણ વીડિયો કોન્ફરન્સિંગ જેવા અનુભવ કરી શકશે. આ જિયો ગ્લાસનું વજન 75 ગ્રામ છે. જિયો ગ્લાસના ઉપયોગથી 3D avatars બનાવી શકાશે જેનાથી વર્ચ્યુઅલ વર્લ્ડમાં તમે સરળતાથી લોકો સાથે ઈન્ટરેક્ટ કરી શકશો. તેમાં તમને પર્સનલાઈઝ્ડ ઓડિયો અને 3ડી હોલોગ્રામ જેવા ઓપ્શન મળશે, જેનાથી તમે તમારા ડિઝાઈન્સને તેના દ્વારા શેર કરી શકશો. 

અમારી સરકાર 'Internet for all' ના લક્ષ્ય પર કામ કરી રહી છે- PM મોદી

Jio Glass આપશે તગડો અનુભવ
જિયો ગ્લાસની એપ્લિકેશન ઈ-લર્નિંગ, મીડિયા અને મનોરંજનની દુનિયાની સાથે સાથે ગેમિંગ અને શોપિંગ ક્ષેત્રોમાં પણ કામ આવી શકે છે. તેને સ્માર્ટફોન સાથે જોડી શકાશે. 

યૂઝર્સને મુશ્કેલી નહીં પડે
આ ઉપરાંત 5જી સર્વિસિસથી એનર્જી, સ્પેક્ટ્રમ અને નેટવર્ક એફિશિયન્સીના ક્ષેત્રમાં વધારો જોવા મળશે. 5જી  ટેક્નોલોજીના માધ્યમથી ઈન્ટરનેટ દ્વારા ઢગલો ડિવાઈસિસ કનેક્ટ કરી શકો છો. મોબિલિટીની મદદથી હાઈ ક્વોલિટીવાળી વીડિયો સર્વિસિસ હાઈ સ્પીડ પર મળશે. આ સાથે જ ક્રિટિકલ સર્વિસિસ મળી શકશે. 5જીની મદદથી લોકોને રિયલ-ટાઈમિંગ મોનિટરિંગ, એગ્રીકલ્ચર સંલગ્ન મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. 

4G થઈ ગયું જૂનું...હવે આવ્યું 5G; PM મોદીએ કર્યું લોન્ચ, 10 ગણું ફાસ્ટ ઈન્ટરનેટ

ફર્સ્ટ ફેઝમાં 5જી સેવા દિલ્હી, કોલકાતા, મુંબઈ ચેન્નાઈ શહેરોમાં પહેલા પહોંચી જશે. આ શહેરોમાં 5જી સેવા દીવાળી એટલે કે 22થી 26 ઓક્ટોબર સુધીમાં પહોંચી જશે. આ ઉપરાંત ફર્સ્ટ ફેસમાં આ શહેરો સહિત કુલ 13 શહેરોમાં 5જી પહોંચાડવાનું પ્લાનિંગ છે. જેમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ થાય છે. 

આ કંપનીઓએ આપ્યો ડેમો
ભારતમાં 5જી ટેક્નોલોજીની ક્ષમતા દેખાડવા માટે દેશની 3 પ્રમુખ ટેલિકોમ કંપનીઓએ એક એક કરીને પ્રધાનમંત્રી સામે ડેમો રજૂ કર્યો. ભારતમાં 5જી સેવાઓ પર ખર્ચ થનારી રકમ 2035 સુધીમાં 450 બિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. અલ્ટ્રા હાઈસ્પીડ ઈન્ટરનેટનું સમર્થન કરવામાં સક્ષમ, પાંચમી પેઢી કે 5જી સેવાથી ભારતીય સમાજ એક પરિવર્તનકારી શક્તિ સ્વરૂપમાં નવા આર્થિક અવસરો અને સામાજિક લાભ મેળવે તેવી આશા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More