Home> India
Advertisement
Prev
Next

આ દિવાળીએ અયોધ્યામાં પ્રજ્વલિત કરાશે 5 લાખ દીવા, પોલીસ સ્ટેશન પણ જગમગાવાશે

ડીજીપી ઓ.પી. સિંહે જણાવ્યું કે, શહેરમાં દીપોત્સવની ઉજવણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દીપોત્સવ 24થી 26 ઓક્ટોબર સુધી ચાલશે. મંગળવારે દીપોત્સવની તૈયારીઓ ચકાસવા માટે મુખ્ય સચિવ આર.કે. તિવારી અને ડીજીપી ઓ.પી. સિંહ પહોંચ્યા હતા. 

આ દિવાળીએ અયોધ્યામાં પ્રજ્વલિત કરાશે 5 લાખ દીવા, પોલીસ સ્ટેશન પણ જગમગાવાશે

અયોધ્યાઃ આ વખતે દિવાળીનો તહેવાર અયોધ્યામાં કંઈક અલગ રીતે ઉજવાશે. સરકાર અને પ્રજાના સહયોગ સાથે એક વિશાળ દીપોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે. આ વખતે દિવાળીના દિવસે પોલીસ સ્ટેશન અને સરકારી ઈમારતોમાં પણ દીવા પ્રગટાવાશે. સમગ્ર અયોધ્યામાં કુલ 5 લાખ દીવા પ્રગટાવાશે, જેમાં 2 લાખ દીવા પ્રગટાવા માટે પ્રજાનો સહયોગ લેવાશે. 

ડીજીપી ઓ.પી. સિંહે જણાવ્યું કે, શહેરમાં દીપોત્સવની ઉજવણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દીપોત્સવ 24થી 26 ઓક્ટોબર સુધી ચાલશે. મંગળવારે દીપોત્સવની તૈયારીઓ ચકાસવા માટે મુખ્ય સચિવ આર.કે. તિવારી અને ડીજીપી ઓ.પી. સિંહ પહોંચ્યા હતા. 

કુરુક્ષેત્રની ચૂંટણી રેલીમાં પીએમ મોદી ગરજ્યાઃ રાષ્ટ્રહિતમાં મોટા અને આકરા નિર્ણય લેતા રહીશું

મુખ્ય સચિવે જણાવ્યું કે, શહેરમાં દીપોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ખાનગી ઈમારતો પર પણ દીવા પ્રગટાવાશે. અયોધ્યા નગરીને 5 લાખ દીવાથી પ્રજ્વલિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 17 ઓક્ટોબરના રોજ અયોધ્યા વિવાદની સુનાવણી પુરી થવાની છે. જેના કારણે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે અને અયોધ્યામાં ધારા 144 લાગુ કરાઈ છે. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More