Home> India
Advertisement
Prev
Next

450 આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં,અમરનાથ પર હૂમલાનું કાવત્રું

અમરનાથ યાત્રા પર હૂમલો કરવા અથવા વિસ્ફોટ કરીને સમગ્ર દેશનું વાતાવરણ ડહોળનાં બદઇરાદા સાથે આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં

450 આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં,અમરનાથ પર હૂમલાનું કાવત્રું

શ્રીનગર : જમ્મુ -કાશ્મીરમાં 450 આતંકવાદીઓ ઘૂસણખોરીની તૈયારીમાં છે. આ ખુલાસો ગુપ્ત રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ અનુસાર કાશ્મીરમાં તબાહી મચાવવા માટેપાકિસ્તાનનાં ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ લશ્કર અને જૈશ એ મોહમ્મદનાં 450 આતંકવાદીઓને પીઓકેના લોન્ચ પેડ પર એકત્ર કરવામાં આવ્યા છે. સુત્રો અનુસાર ઘૂસણખોરી માટે 11 નવા લોન્ચ પેડ સક્રિય કરવામાં આવ્યા છે.
 
સુત્રો અનુસાર ઘુસણખોરી માટે 11 નવા લોન્ચ પેડ પણ સક્રિય કરવામાં આવ્યા છે. એક સમાચાર ચેનલ દ્વારા કરાયેલા દાવામાં આ વાતનો ઉલ્લેખ છે કે આતંકવાદી અમરનાથ યાત્રા પહેલા મોટા વિસ્ફોટ કરવાની ફિરાકમાં છે. આ તરફ કેન્દ્રીય રાજ્યમંત્રી, વડાપ્રધાન કાર્યાલય જિતેન્દ્રસિંહે કહ્યું કે, સરકારની પ્રાથિકતા અમરનાથ યાત્રાને શાંતિપુર્ણ પદ્ધતીથી પુર્ણ કરવી જોઇએ. 

રિપોર્ટ અનુસાર 450 આતંકવાદીઓમાં સૌથી વધારે આતંકવાદી જૈશ એ મોહમ્મદનાં છે. જૈશના આતંકવાદીઓને POKમાં પાકિસ્તાન સેનાની સરપરસ્તીમાં બનાવાયેલા નયાલી ટ્રેનિંગ કેમ્પમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. બીજી તરફ લશ્કર આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં બોઇ, મદારપુર, ફગોશ અને દેવાળીયાના ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. રિપોર્ટાં જણાવવામાં આવ્યું કે, ISI હાલનાં સમયે જૈશના આતંકવાદીઓ પર સૌથી વધારે ભરોસો વ્યક્ત કરી રહ્યા છે. 

પીઓકેમાં હાલનાં 11 લોન્ચિંગ પેડ ક્રમશ કેલ, શારદી, દુધનિયાલ, અથમુગમ, જુરા, લીપા, પછીબન, ચમન, તન્ડપાની, નયાલી, જનકોટ અને નિકૈલ છે. અહીં લોન્ચિંગ પેડમાં 450 જેટલા આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર બિમ્બર ગલી સામે LOC પાર હાલના સમયે 127 આતંકવાદીઓ હાજર છે. જ્યારે નૌશેરાની સામે સીમા પારથી 30 ખૂંખાર આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા માટે તૈયાર છે. કૃષ્ણા ખીણ-મેઢર સેક્ટરમાં સામે સીમા પાર લોન્ચ પેડ પર 35 આતંકવાદીઓનો જમાવડો છે. પુંછની સામે પીઓકેમાં લોન્ચ પેડ પર 30 આતંકવાદીઓ છે જ્યારે જ્યારે તંગધાર સેક્ટરમાં સીમાપારના લોન્ચ પેડ પર 61 આતંકવાદીઓ હાજર હોવાનાં ઇન્ટેલિજન્સ રિપોર્ટ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More