Home> India
Advertisement
Prev
Next

લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદો સસ્પેન્ડ, શિયાળુ સત્રમાં અત્યાર સુધી કુલ 92 સાંસદો સસ્પેન્ડ

Opposition MP Suspended: સંસદના શિયાળુ સત્રમાંથી 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી લોકસભાના 33 અને રાજ્યસભાના 45 વિપક્ષી સાંસદોને સોમવારે (18 ડિસેમ્બર) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદો સસ્પેન્ડ, શિયાળુ સત્રમાં અત્યાર સુધી કુલ 92 સાંસદો સસ્પેન્ડ

નવી દિલ્હીઃ લોકસભા બાદ રાજ્યસભામાં આજે 45 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બધા સાંસદોને લોકસભામાં થયેલી સુરક્ષા ચૂકને લઈને હંગામો કરવા પર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા આજે લોકસભામાં 33 સાંસદો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પાછલા સપ્તાહે પણ 14 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ રીતે શિયાળુ સત્રમાં અત્યાર સુધી કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભામાંથી જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને કેવી વેણુગોપાલ જેવા નેતાઓ પણ સામેલ છે. સપા સાંસદ રામગોપાલ યાદવને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બધાને શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તે આગળ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં.

કોંગ્રેસે સસ્પેન્શનની કાર્યવાહીને લોકશાહીનો અવાજ દબાવનારી ગણાવી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ તાનાશાહી સરકારે તમામ લોકતાંત્રિક મૂલ્યોને કચરાપેટીમાં ફેંકી દીધા છે. આ સરકારે સંસદ પ્રત્યે કોઈ જવાબદારી દાખવી નથી. ઉલટું જવાબ માંગનારાઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજ્યસભામાં  ગૃહ નેતા પીયુષ ગોયલે બંને ગૃહમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને યોગ્ય ગણાવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગી દળોના સાંસદોએ લોકસભા સ્પીકર અને રાજ્યસભાના ચેરમેનનું પોતાના વ્યવહારથી અપમાન કર્યું છે. 

fallbacks

આ સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
રાજ્યસભાના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં પ્રમોદ તિવારી, જયરામ રમેશ, ડૉક્ટર અમી યાઝનિક, નારણભાઈ જે રાઠવા, સૈયદ નાસિર હુસૈન, ફૂલો દેવી નેતામ, શક્તિસિંહ ગોહિલ, કેસી વેણુગોપાલ, રજની અશોકરાવ પાટીલ, રણજીત રાજન, ઈમરાન પ્રતાપગઢી, રણદીપ સિંહ સુરજેવાલા, સુખેન્દુ શેખર રે, મોહમ્મદ નદીમુલ હક, અબીર રંજન બિસ્વાસ, શાંતનુ સેન, મૌસમ નૂર, પ્રકાશ ચિક બેરેક, સમીરુલ ઈસ્લામ, એમ શન્મુગમ, એનઆર ઈલાન્ગો, કનિમોઝી, આર ગિરિરાજન, મનોજ કુમાર ઝા, ડૉ. ફૈયાઝ અહેમદ, ડૉ. શિવ સદન, રામનાથ ઠાકુર, અનિલ પ્રસાદ હેગડે, વંદના ચવ્હાણ, પ્રો. રામ ગોપાલ યાદવ, જાવેદ અલી ખાન, મહુઆ માજી, જોસ કે મણિ, અજીત કુમાર ભુયાન સામેલ છે. 

આ પણ વાંચોઃ Dawood Ibrahim હટાવી દીધી મૂંછ, AI એ બતાવ્યું આજે કેવો દેખાતો હશે અંડરવર્લ્ડ ડોન

ગત અઠવાડિયે 14 સાંસદ થયા હતા સસ્પેન્ડ
આ અગાઉ વિપક્ષના કુલ 14 સાંસદો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ રીતે જોઈએ તો આ સત્રમાં અત્યાર સુધીમાં કુલ 45 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદની સુરક્ષા મામલામાં હંગામો કરવા બદલ સ્પીકરે શુક્રવારે લોકસભાના 14 સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. આ મુદ્દે વિપક્ષના સાંસદોએ સોમવારે લોકસભામાં ખુબ હંગામો કર્યો. તેઓ સસ્પેન્ડ થયેલા સાંસદોની સજાને ખતમ કરવા અને ગૃહમંત્રી અમિત શાહના લોકસભામાં નિવેદનની માંગણી કરી રહ્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ તેમને અનેકવાર શાંતિ જાળવી રાખવાનો આગ્રહ કર્યો પરંતુ સદનમાં હંગામો થતો રહ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More