Home> India
Advertisement
Prev
Next

કોરોના: અલ્હાબાદ યૂનિવર્સિટિના પ્રોફેસર સહિત 16 જમાતીની ધરપકડ

જિલ્લામાં પોલીસે અલ્હાબાદ યૂનિવર્સિટિના પ્રોફેસર મોહમ્મદ શાહિદ સહિત 30 લોકોની ધરપકડ કરી જેમાંથી 16 વિદેશી જમાતી પણ સામેલ છે. પોલીસ અધ્યક્ષ બૃજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યુંકે, વિદેશી જમાતીઓમાં સામેલ 7 ઇન્ડોનેશિયન નાગરિકોને પ્રોફેસર શાહિદે અબ્દુલ્લા મસ્જિદમાં રોકાવવાની ભલામણ કરી હતી અને તેની જાણકારી પોલીસને આપી ન હતી.

કોરોના: અલ્હાબાદ યૂનિવર્સિટિના પ્રોફેસર સહિત 16 જમાતીની ધરપકડ

પ્રયાગરાજ: જિલ્લામાં પોલીસે અલ્હાબાદ યૂનિવર્સિટિના પ્રોફેસર મોહમ્મદ શાહિદ સહિત 30 લોકોની ધરપકડ કરી જેમાંથી 16 વિદેશી જમાતી પણ સામેલ છે. પોલીસ અધ્યક્ષ બૃજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યુંકે, વિદેશી જમાતીઓમાં સામેલ 7 ઇન્ડોનેશિયન નાગરિકોને પ્રોફેસર શાહિદે અબ્દુલ્લા મસ્જિદમાં રોકાવવાની ભલામણ કરી હતી અને તેની જાણકારી પોલીસને આપી ન હતી.

તેમણે જણાવ્યું કે, પોલીસે તમામની વિદેશી અધિનિયમનું ઉલ્લંઘન કરવાના ષડયંત્રમાં સામેલ હોવા અને મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. શિવકુટી પોલીસે પ્રોફેસરની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે. જ્યારે  અન્ય લોકોને પૃથકવાસ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.

શ્રીવાસ્તવે જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા આોપીઓમાં ઈન્ડોનેશિયાના 7 લોકો, થાઈલેન્ડના 9 લોકો, કેરળ અને પશ્ચિમ બંગાળના 1-1 વ્યક્તિ સામેલ છે. ઇન્ડોનેશિયન લોકોમાં એક વ્યક્તિ કોરોના સંક્રમિત હતો જેની સારવાર કોટવા બનીમાં કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે અબ્દુલ્લા મસ્જિદ અને કરેલીના હેરા મસ્જિદથી જોડાયેલા કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે. થાઈલેન્ડના 9 લોકો કરેલીના હેરા મસ્જિદમાં રોકાયા હતા.

તેમણે જણાવ્યું કે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકઝમાં વિદેશી નાગરિકોની સાથે પ્રોફેસર સહિત અન્ય ઘણા લોકો પણ સામેલ હતા. પ્રોફેસરે જમાતમાં સામેલ થવાની વાત પોલીસથી છુપાવી હતી. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન અબ્દુલ્લા મસ્જિદમાં 7 ઇન્ડોનેશિયન જમાતીઓને રોકવાની મુતવલ્લીથી ભલામણ કરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તપાસમાં આ વાત પણ  સામે આી છે કે, તમામ વિદેશી પર્યટક વીઝા પર ભારત આવ્યા હતા, પરંતુ અહીં ધર્મ પ્રચારનું કાર્ય કરી રહ્યાં હતા.
(ઇનપુટ: એજન્સી ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More