Home> India
Advertisement
Prev
Next

દિલ્હીની આ રેસ્ટોરેન્ટની એક રોટલીનો ભાવ સાંભળી ઉડી જશે હોશ! એશિયાના Best-50 માં થઇ સામેલ

હવે એશિયાના બેસ્ટ-50 રેસ્ટોરેંન્ટ્સ (Asia's Best-50 Restaurants) ની યાદીમાં 2 નામ દિલ્હીના રેસ્ટોરેન્ટના પણ છે. આ ઉપરાંત મુંબઇના 1 રેસ્ટોરેન્ટને પણ આ આ યાદીમાં જગ્યા મળી છે. આ યાદી વિલિયમ રીડ બિઝનેસ મીડિયા લિમિટેડે તૈયાર કરી છે અને તેમાં પ્રથમ નંબર જાપાનના ટોક્યો શહેરના એક રેસ્ટોરેન્ટનો છે.  

દિલ્હીની આ રેસ્ટોરેન્ટની એક રોટલીનો ભાવ સાંભળી ઉડી જશે હોશ! એશિયાના Best-50 માં થઇ સામેલ

નવી દિલ્હી: હવે એશિયાના બેસ્ટ-50 રેસ્ટોરેંન્ટ્સ (Asia's Best-50 Restaurants) ની યાદીમાં 2 નામ દિલ્હીના રેસ્ટોરેન્ટના પણ છે. આ ઉપરાંત મુંબઇના 1 રેસ્ટોરેન્ટને પણ આ આ યાદીમાં જગ્યા મળી છે. આ યાદી વિલિયમ રીડ બિઝનેસ મીડિયા લિમિટેડે તૈયાર કરી છે અને તેમાં પ્રથમ નંબર જાપાનના ટોક્યો શહેરના એક રેસ્ટોરેન્ટનો છે.  

21 મા અને 22મા નંબર પર દિલ્હી-મુંબઇની આ રેસ્ટોરેન્ટ
આ લિસ્ટમાં ઇન્ડીયાની કુલ 3 રેસ્ટોરેન્ટ છે. જેમાંથી 21મા નંબર પર મુંબઇની Masque રેસ્ટોરેન્ટ, 22મા નંબર પર નવી દિલ્હીની Indian Accent રેસ્ટોરેન્ટ અને 49મા નંબર પર નવી દિલ્હીની વધુ એક રેસ્ટોરેન્ટ Megu પોતાનું સ્થાન બનાવવામાં સફળ થઇ છે. મુંબઇની  Masque રેસ્ટોરેન્ટના મેન્યૂની વાત કરીએ તો એક સમોસા ચાટની કિંમત 450 રૂપિયા તો લેબ દમ બિરયાની 1250 રૂપિયા છે. આ રેસ્ટોરેન્ટ મુંબઇના મહાલક્ષ્મી વિસ્તારમાં છે અને તેની શરૂઆત શેફ પ્રતીક સાધુ અને ડાયરેક્ટર અદિતિ ડુગરે કરી હતી. 

Gold price today : સસ્તુ થઇ ગયું સોનું, ભાવમાં રેકોર્ડ સ્તરથી 47,00 રૂપિયાનો ઘટાડો

એક રોટલી કિંમત 450 રૂપિયા
નવી દિલ્હીના Indian Accent રેસ્ટોરેન્ટની વાત કરીએ તો અહીં દાલ-રોટી ખાવી પણ ઘણા લોકોનો પરસેવો છૂટી જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લોધી ગાર્ડન આ રેસ્ટોરેન્ટમાં એક રોટીની કિંમત 450 રૂપિયા છે. અહીં બટર ચિકન કુચલા (તંદૂરી રોટીનું એક રૂપ) 450 રૂપિયામાં મળે છે. તો બીજી તરફ દાલ મુરાદાબાદીની એક પ્લેટ 1,050 રૂપિયા છે. આ રેસ્ટોરેન્ટનો શેફ Manish Mehrotra એ શરૂ કરી છે. 

તો બીજી તરફ The Leela હોટલની રેસ્ટોરેન્ટ Megu પોતાના Miso Grilled Baby Chicken માટે ફેમસ છે. તેની કિંમત 1,800 રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More