Home> India
Advertisement
Prev
Next

દિલ્હીઃ 3 આતંકીઓએ જણાવ્યું, 'સેનાના ભરતી કેમ્પ અને RSS નેતાઓને નિશાન બનાવવાનો હતો પ્લાન'

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈએસ (ISIS) સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી. 
 

દિલ્હીઃ 3 આતંકીઓએ જણાવ્યું, 'સેનાના ભરતી કેમ્પ અને RSS નેતાઓને નિશાન બનાવવાનો હતો પ્લાન'

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગુરુવારે સવારે અથડામણ બાદ જે 3 ISIS પ્રભાવિત આતંકવાદીઓ (Terrorist)ની ધરપકડ કરી હતી, તેની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આતંકીઓએ પૂછપરછમાં જણાવ્યું કે, તેને પોલીસ અને સેનાના ભરતી કેમ્પ પર હુમલો કરવાનો આદેશ મળ્યો હતો. 

આતંકીઓએ જણાવ્યું કે, તેને દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં હિન્દુ નેતાઓ અને આરએસએસ નેતાઓને નિશાન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આતંકીઓએ કહ્યું કે, જ્યાં-જ્યાં હિન્દુ નેતાઓના પોસ્ટર લાગ્યા છે, તે પોસ્ટરોના આધાર પર નેતાઓને નિશાન બનાવવાનું કહેવામાં આવ્યું હતું. સ્પેશિયલ સેલે હવે આ આતંકીઓની કોડ ભાષાને ડિકોડ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મહત્વનું છે કે આતંકીઓ કોડ ભાષામાં વાત કરે છે. 

સ્મૃતિનો દીપિકા પર હુમલો, 'જે દેશના ટુકડા ઈચ્છે છે, તે તેની સાથે ઉભી રહી'

મહત્વનું છે કે દિલ્હી પોલીસ (Delhi Police)ના સ્પેશિયલ સેલને ગુરૂવારે મોટી સફળતા મળી હતી. સ્પેશિયલ સેલે આઈએસઆઈએસ (ISIS) સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી. આ આતંકી પશ્ચિમ યૂપીમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવા ઈચ્છતા હતા. હાલ તે આઈએસઆઈએસના નિર્દેશ મળવાની રાહ જોઈ રહ્યાં હતા. 

જાણકારી પ્રમાણે, દિલ્હીના વજીરાબાદમાં ગુરૂવારે સવારે એનકાઉન્ટર બાદ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. આતંકીઓની પાસેથી પોલીસે હથિયાર પણ કબજે કર્યાં હતા. આ મામલામાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, આતંકી નેપાળના માર્ગે દિલ્હી આવ્યા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ભારતના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More