Home> India
Advertisement
Prev
Next

CBI કેસ: દિલ્હી હાઇકોર્ટમાં જજની સામે જ પરસ્પર લડી પડ્યા 2 વકીલ

ગુરૂવાર આ મામલે પ્રથમ વખત કોર્ટમાં હાજર થયેલા બેનર્જીની કોર્ટને જણાવ્યું કે તેમને આ મામલે સીબીઆઇનું પ્રતિનિધિત્વ કરવા માટે ‘સક્ષમ અધિકારી’ પાસેથી આદેશ મળ્યા છે.

CBI કેસ: દિલ્હી હાઇકોર્ટમાં જજની સામે જ પરસ્પર લડી પડ્યા 2 વકીલ

નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટે બે વકીલોએ ગુરુવારે એક સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના વકીલ તરીકે હાજર રહેવાનો વિરોધ કર્યો હતો. એડિશનલ એડવોકેટ જનરલ વિક્રમજીત બેનરજી અને રાઘવાચાર્યુલુ કોર્ટમાં એજન્સીના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની સામે ભ્રષ્ટાચાર મામલે સુનાવણી દરમિયાન એક-બીજા સાથે લડી પડ્યા હતા.

બન્ને વકીલોએ જજ નઝમી વાઝિરે જણાવ્યું કે તેઓ આ મામલામાં સીબીઆઇનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. ગુરૂવાર આ મામલે પ્રથમ વખત કોર્ટમાં હાજર થયેલા બેનર્જીની કોર્ટને જણાવ્યું કે તેમને આ મામલે સીબીઆઇનું પ્રતિનિધિત્વ કરવા માટે ‘સક્ષમ અધિકારી’ પાસેથી આદેશ મળ્યા છે.

પરંતુ રાઘવચાર્યુલુએ બેનર્જીની હાજરીમાં વિરોધ કર્યો અને કોર્ટને જણાવ્યું કે તેમને તપાસ એજન્સી દ્વારા આ મામલે વિશેષ લોક પ્રોસીક્યુટર્સ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

રાઘવચાર્યુલુ હાઇકોર્ટમાં અસ્થાનાની અરજી પર 23 ઓક્ટોબરે શરૂ થયેલી સુનાવણીના સમયથી જ તેમની તરીકે હાજર થઇ રહ્યા છે.

fallbacks

સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના (ફાઇલ તસવીર)

જોકે, કોર્ટે આ મુદ્દા પર કોઇપણ ટિપ્પણી કરવાનું નકાર્યુ હતું અને અસ્થાનાની ઘરપકડથી કામચલાઉ રાહતનો સમયગાળો 14 નબેમ્બર સુધી વધાર્યો છે. કોર્ટે હવે પછીની સુનાવણી સુધી યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ કર્યો છે.

ત્યારે સીબીઆઇએ રાકેશ અસ્થાનાની દિલ્હી હાઇકોર્ટમાં દાખલ અરજીનો વિરોધ કર્યો છે. હાઇકોર્ટમાં જવાબ દાખલ કરી સીબીઆઇએ કહ્યું કે તપાસ શરૂઆતી સ્તર પર છે. FIR રદ કરવાની માંગવાળી અસ્થાનાની અરજીને કાઢી નાખવામાં આવી જોઇએ.

રાકેશ અસ્થાનાએ તેમના પર દાખલ FIRને પડકાર આપ્યો છે. અસ્થાના પર લાંચ લેવાનો આરોપમાં FIR નોંધવામાં આવી છે. ગત સુનાવણીમાં રાકેશ અસ્થાનાની સામે કોઇપણ કાર્યવાહી પર લાગેલી રોકને દિલ્હી હાઇકોર્ટે 1 નવેમ્બર સુધી વધારી દીધી હતી. સીબીઆઇએ તપાસ ટીમ બદલવાની અને કેસ સાથે જોડાયેલા નિર્ણયો CVC પાસે હોવાનો હવાલો આપી જવાબ દાખલ કરવા માટે અને 1 નવેમ્બર સુધી સમયની માંગ કરી હતી.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More