Home> India
Advertisement
Prev
Next

'અમિત શાહ સાથે દરરોજ ઉઠવા બેસવાનું છે' એમ કહીને 2 કરોડની છેતરપિંડી

રેલવેના 28 પ્રોજેક્ટ અપાવવાના નામે બૃજેશ રત્નએ 100 કરોડની ડીલ કરી અને ટોકન મની તરીકે રાહુલ શાહ અને અનીસ બંસલે 2 કરોડ રૂપિયા એડવાન્સ લઇને તે રાત્રે અમિત શાહ સાથે વાત કરવાનો વાયદો કર્યો. પરંતુ ફરિયાદકર્તાએ પોતાના જાણકારથી ખબર પડી કે રમેશ ચંદ્ર રત્ન રેલવે બોર્ડના ચેરમેન નથી.

'અમિત શાહ સાથે દરરોજ ઉઠવા બેસવાનું છે' એમ કહીને 2 કરોડની છેતરપિંડી

Delhi Fraud Case: ગૃહમંત્રી અમિત શાહના નામ પર 2 કરોડની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. ભષ્ટ્રાચારના વિરૂદ્ધ ભાજપની ઝીરો ટોલરેન્સી પોલિસીના પરિણામે અમિત શાહના આદેશ પર ભાજપ નેતા અને તેમના પુત્ર વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આખરે ભાજપના તે કયા નેતા છે જેણે ગૃહમંત્રીના નામે છેતરપિંડી આચરી છે. આવો જાણીએ. 

અમિત શાહના નામ પર 2 કરોડની છેતરપિંડી
ભાજપના નેતા અને રેલવે પેસેન્જર સર્વિસ કમિટીના ચેરમેન અને તેમના પુત્રો પર ગૃહમંત્રી અમિત શાહના નામ પર 2 કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આરોપ મુંબઇના એક હોટલના કારોબારીએ લગાવ્યો છે. ભાજપ નેતા અને રેલવે પેસેન્જર સર્વિસ કમિટીના ચેરમેન રમેશચંદ્ર રત્ન બૃજેશ રત્નએ રેલવે ઉપરાંત ઘણા પ્રોજેક્ટ અપાવવાના નામે તેમની પાસેથી 100 કરોડની ડીલ કરે અને 2 કરોડ એડવાન્સ લઇ લીધા, પછી ખબર પડી કે તેમની સથે છેતરપિંડી થઇ છે. દિલ્હી પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. 

મોંઘવારીથી મળશે છૂટકારો, આજે જ લાવો આ ચૂલો, ગેસની જરૂર નહી પડે

ભાજપના નેતા બની કરી છેતરપિંડી
ફરિયાદ કર્તાના અનુસારના અનુસાર તે હોટલના બિઝનેસમાં છે અને રેલવે પણ કામ કરવા માંગે છે. આ મુદ્દે તેમની મુલાકાત ગુજરાતના રહેવાસી રાહુલ શાહ અને અનીલ બંસલ સાથે થઇ. બંનેએ આ વર્ષે 27 માર્ચના રોજ બ્રજેશ રત્ન સાથે મળવા માટે લુટિયન દિલ્હીના કુશક રોડના આ બંગલા પર બોલાવ્યા. કહેવામાં આવ્યું કે બ્રજેશના પિતા રમેશ ચંદ્ર રત્ન ભાજપ નેતા છે અને રેલવે બોર્ડના ચેરમેન છે. એ પણ કહેવામાં આવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ અને તેમના પુત્ર સાથે દરરોજ ઉઠવા બેસવાનું છે. 

નેતાજીએ સોસાયટીમાં મહિલાને ભાંડી ગાળો, વીડિયો થયો વાયરલ

રેલવેના 28 પ્રોજેક્ટ અપાવવાની કરી હતી ડીલ
ત્યારબાદ 28 માર્ચના રોજ રેલવેના 28 પ્રોજેક્ટ અપાવવાના નામે બૃજેશ રત્નએ 100 કરોડની ડીલ કરી અને ટોકન મની તરીકે રાહુલ શાહ અને અનીસ બંસલે 2 કરોડ રૂપિયા એડવાન્સ લઇને તે રાત્રે અમિત શાહ સાથે વાત કરવાનો વાયદો કર્યો. પરંતુ ફરિયાદકર્તાએ પોતાના જાણકારથી ખબર પડી કે રમેશ ચંદ્ર રત્ન રેલવે બોર્ડના ચેરમેન નથી. તો તેમને પોતાને છેતરપિંડીનો અહેસાસ થયો. તેમણે રાહુલ શાહ અને અનીલ બંસલના તેમના પૈસા પરત આપવા કહ્યું તો તેમણે ઘણા દિવસો સુધી આનાકાની કરવા લાગ્યા. જોકે પૈસા અમિત શાહના નામ પર લેવામાં આવ્યા હતા જોકે તે પોતે અમિત શાહને મળવા પહોંચી ગયા અને તેમના સ્ટાફને સમગ્ર વાત જણાવી. ત્યારબાદ અમિત શાહના આદેશ પર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એફઆઇઆર નોંધાવી હતી.  

આરોપોને ગણાવ્યા નિરાધાર
આ મામલે જ્યારે ઝી ન્યૂઝએ સચ્ચાઇ જાણવા માટે રેલવે પેસેંજર સર્વિસ કમિટીના ચેરમેન રમેશ ચંદ્ર સાથે વાત કરી તો તેમણે આ સમગ્ર છેતરપિંડીમાં પોતાના અને પોતાના પુત્રો સામેલ હોવાની ના પાડી અને ફરિયાદકર્તા પર જ જાણીજોઇને ખોટો ફસાવવાનો આરોપ લગાવ્યો. તો બીજી તરફ આ મામલે દિલ્હી પોલેસે કેસ દાખલ કરી રાહુલ શાહ, અનીલ બંસલ અને બૃજેશ રત્નના નિવેદન નોંધી પોતાની તપાસને આગળ વધારી રહી છે. સ્પેશિયલ સેલ હવે તપાસ કરી રહી છે કે આખરે કેવી રીતે કોઇ બહારી વ્યક્તિ કોઇ ભાજપના નેતાની મિલીભગતથી અમિત શાહના નામ પર 100 કરોડની ડીલ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More