Home> India
Advertisement
Prev
Next

પરાજય બાદ કોંગ્રેસમાં રાજીનામાઓની મોસમ: 13 મોટા માથાઓની રજુઆત

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના શરમજનક પરાજય બાદથી પાર્ટીમાં મહામંથન ચાલી રહ્યું છે, જેમાં અનેક મોટા માથાઓ રાજીનામા ધરી ચુક્યા છે

પરાજય બાદ કોંગ્રેસમાં રાજીનામાઓની મોસમ: 13 મોટા માથાઓની રજુઆત

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનાં પરાજય બાદથી કોંગ્રેસમાં એક પછી એક રાજીનામાઓનો દોર ચાલી રહ્યો છે. પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામાની રજુઆત કરી અને હવે રાજ્યનાં પ્રદેશ પ્રભારી રાજીનામું ઓફર કરી રહ્યા છે. સ્થિતી એવી છે કે અસમથી માંડીને પંજાબ અને મધ્યપ્રદેશથી માંડીને રાજસ્થાન સુધીનાં દિગ્ગજ નેતાઓ પદ પરથી રાજીનામાની વાત કરી ચુક્યા છે. અત્યાર સુધી અલગ અલગ પ્રદેશનાં 13 વરિષ્ઠ નેતાઓએ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષને મોકલી આપ્યું છે. બીજી તરફ રાહુલ મુદ્દે વિવિધ પ્રકારની અટકળો ચાલી રહી છે. જો કે રાહુલે રાજીનામાની રજુઆત કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી ચુપકીદી સાધી રાખેલી છે. જો કે કેટલાક અહેવાલ અનુસાર રાહુલ હજી પણ પોતાનાં રાજીનામાની જીદ પર અડેલા છે. સમાચાર એટલે સુધી છે કે રાહુલે કોંગ્રેસનાં બે વરિષ્ઠ નેતાઓને મળીને પોતાનું રિપ્લેસમેન્ટ શોધવા પણ જણાવ્યું છે. 

રામ મંદિરનું કામ કરવાનું છે અને તે થઇને રહશે: RSS પ્રમુખ મોહન ભાગવત

અત્યાર સુધી 13 મોટા નેતાઓનાં રાજીનામાની રજુઆત
કોંગ્રેસ અધ્યક્ષનાં રસ્તા પર ચાલતા અત્યાર સુધી 13 મોટા નેતાઓએ રાજીનામુ ધર્યું છે. મહારાષ્ટ્રમાં પાર્ટી પ્રમુખ અશોક ચવ્હાણે લોકસભા ચૂંટણી પરિણાોમનાં બીજા દિવસે રાજીનામાની વાત કરી હતી. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ, ઝારખંડ કોંગ્રેસ ચીફ અજય કુમાર અને અસમ કોંગ્રેસ અધ્યક્ષ રિપુન બોરાએ સોમવારે પોતાનાં રાજીનામા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષનેમોકલી આપ્યા છે. જાખડે ગુરૂદાસપુર પેટા ચૂંટણીમાં જીત મળી હતી, જો કે આ વખતે તેઓ સની દેઓલ સામે હારી ગયા. આ અગાઉ રાજ બબ્બર અને કમલનાથે પણ નૈતિક જવાબદારી સ્વિકારના રાજીનામાની વાત કરી હતી. ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર અને અસમ કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરાએ પણ નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષને મોકલ્યું છે. તે ઉપરાંત અનેક અન્ય ક્ષેત્રોમાંથી પણ પાર્ટીના અલગ અલગ પદોથી કોંગ્રેસ નેતાઓને નિરાશાજનક પ્રદર્શનના કારણે રાજીનામાં આપ્યા છે. યુપી કોંગ્રેસ ચીફ રાજ બબ્બર, ઓરિસ્સા કોંગ્રેસ અધ્યક્ષ નિરંજન પટનાયક અને મહારાષ્ટ્ર કોંગ્રેસ ચીફ અશોક ચવ્હાણ પણ રાજીનામાની રજુઆત કરી ચુક્યા છે. 

આતંકીઓના ષડયંત્રને સૈન્યએ કર્યું નિષ્ફળ, જૂઓ બોમ્બ બ્લાસ્ટનો વીડિયો...

આજથી શરૂ થયા ‘નૌતપા’: આ દિવસો લોકો માટે રહેશે આકરા, જાણો શું છે કારણ...
કોંગ્રેસનું મહામંથન અનેક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત
શરમજનક પરાજય બાદ કોંગ્રેસ પાર્ટી માટે આ અસ્તિત્વની લડાઇ છે. એવા સમયમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓએ મુલાકાત કરી છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી વેણુગોપાલ અને અહેમદ પટેલે રાહુલ સાથે મુલાકાત કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ ઝડપથી રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોત સાથે પણ મુલાકાત કરી શકે છે. વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસને પ્રદેશમાંથી એક પણ સીટ મળી નથી. 

J&K: પુલવામા જેવી ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન, સુરક્ષા દળે આતંકી ષડયંત્રને કર્યું નિષ્ફળ

પ્રિયંકા અને સોનિયા સાથે પણ રાહુલની ચર્ચા
સુત્રોનું કહેવું છે કે કે રાજીનામાની વાત અંગે રાહુલ ગાંધી સાથે માં સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધીએ પણ મુલાકાત કરી. બંન્ને સાથે કોંગ્રેસ અધ્યક્ષે પાર્ટીની ભાવી રણનીતિ મુદ્દે ચર્ચા કરી છે. કોંગ્રેસમાં આગામી દિવસોમાં મોટા સ્તર સંગઠનાત્મક પરિવર્તન અને પાર્ટી નેતૃત્વ મુદ્દે મોટા પરિવર્તનની વાત થઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More